Only Gujarat

Bollywood

દિશા પરમાર સાથે લગ્ન બાદ રાહુલ વૈદ્યે સુહાગરાત અંગે કહ્યું- બધું જ ખરાબ થઈ ગયું

સિંગર રાહુલ વૈદ્યના હાલમાં ધામધૂમથી લગ્ન યોજાયા હતા. રાહુલ ગર્લફ્રેન્ડ દિશા પરમાર સાથે લગ્નગ્રંથીથી જોડાયો હતો. બંનેના લગ્નમાં બોલિવૂડની અનેક સિલિબ્રિટી આવી હતી. લગ્નની તસવીરો સોશ્યલ મીડિયામાં ખૂબ વાઈરલ થઈ હતી. લગ્ન બાદ પણ રાહુલ અને દિશા તસવીરો પોસ્ટ કરવાનુ ચૂકતાં નથી. તસવીરો ઉપરાંત રાહુલનો એક વીડિયો સોશ્યલ મીડિયામાં ખૂબ વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં રાહુલે તેની ફર્સ્ટ નાઈટના રહસ્ય ખોલ્યા હતા.

રાહુલે આ વીડિયોમાં કહ્યું હતું કે તેના મામાએ કેવી રીતે તેની ફર્સ્ટ નાઇટ બગાડી નાખી હતી. રાહુલે કહ્યું હતું, ‘અહીંયા મારા ઘરના લોકો છે. હું મારા બે કઝિન અર્પિત તથા શ્રેયસ સાથે પાર્ટી કરતો હતો. મેં તેમને રૂમમાં આવવાનું કહ્યું હતું. રાતના ત્રણ વાગ્યા હતા અને મારી ફર્સ્ટ નાઇટ હતી અને આ લોકો અને મારા મનોજમામા મારા રૂમમાં આવી ગયા હતા. મારી પત્ની મને સવાલ કરે છે, ‘રૂમમાં બીજું કોઈ પણ છે?’ મેં હા પાડીને કહ્યું હતું કે આ લિજેન્ડરી લોકો આવા જ હોય છે.’

રાહુલે વધારે કહ્યું કે સવારે આઠ વાગે ફરીથી મારા રૂમનો બેલ વાગે છે. દરવાજાની સામે મારા મામા હોય છે અને તે મને પૂછે છે કે તું હજું સૂવે છે? તે કહે છે કે મારું જેકેટ તારા રૂમમાં રહી ગયું છે અને હું તે જેકેટ લેવા જ આવ્યો છો. તો મામા જેકેટ તો 12 વાગે પણ લઈ શકાય છે. મારી ઊંઘ ખરાબ કરવા માટે આભાર.

રાહુલે કહ્યું હતું કે તેણે ગીત ‘મેરે રશ્કે કમર’ કર્યું હતું અને આ ગીત ઘણું જ વાઇરલ થયું હતું. દિશાએ તેના સો.મીડિયા અકાઉન્ટમાં મેસેજ કરીને કહ્યું હતું કે તેને આ ગીત ઘણું જ ગમ્યું. આ રીતે તેણે સો.મીડિયામાં એકબીજા સાથે વાત કરવાની શરૂઆત કરી હતી. 2018માં રાહુલ તથા દિશા એકબીજાની નિકટ આવ્યા હતા.

રાહુલ ‘બિગ બોસ’ના ઘરમાં આવ્યો પછી તેને દિશા પ્રત્યે પ્રેમ હોવાનો અહેસાસ થયો હતો. તેણે નેશનલ ટીવી પર દિશાને લગ્ન માટે પ્રપોઝલ આપી હતી. ત્યારથી બંને સાથે છે. થોડાં સમય પહેલાં બંને એક મ્યૂઝિક વીડિયોમાં સાથે જોવા મળ્યા હતા. આ વીડિયો સોંગની થીમ વેડિંગની હતી.

You cannot copy content of this page