Only Gujarat

Bollywood

આ બાજુ થયું રામમંદિરનું ભૂમિ પૂજન ને બીજી બાજુ બબિતાએ કહી આ વાત!

મુંબઈઃ અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે ભૂમિ પૂજન ધૂમધામથી સંપન્ન કરવામાં આવ્યું. આ વચ્ચે દેશભરના લોકોના મનમાં તેને લઈને નવો ઉમંગ જોવા મળ્યો. તો આ દરમિયાન ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શોના બબીતાજી એટલે કે મુનમુન દત્તાએ પણ રામ મંદિરની તૈયારીઓ પર પોતાની ખુશી વ્યક્ત કરી. તો તેણે આ દિવસને ઐતિહાસિક ગણાવ્યો. મુનમુન દત્તાએ ટ્વીટ કરીને પોતાની વાત રાખી. જે બાદ અનેક લોકોના કમેન્ટ્સ તેના પર આવવા લાગ્યા. કેટલાક યૂઝર્સે તેની પોસ્ટની પ્રશંસા કરી તો કેટલાકે તેને સલાહ પણ આપી દીધી.

મુનમુને ટ્વીટ કર્યું હતું કે-‘ભારત માટે ઐતિહાસિક દિવસ. આપણી પેઢી માટે આ ઐતિહાસિક દિવસ છે, જેના આપણે સાક્ષી બની ગયા છે. આ એક ઈમોશનલ અને પ્રાઉડ મોમેન્ટ છે. ભગવાન આપણી પર આવી રીતે જ કૃપા વરસાવતા રહે. બોલો જય શ્રીરામ. રામ મંદિર, અયોધ્યા.’

મુનમુનના આ ટ્વીટ પર અચાનક યૂઝર્સની કમેન્ટ્સ આવવા લાગી. ઈમરાન નામના એક શખ્સે કહ્યું કે- ‘ખોટું સેક્યુલારિઝમ બતાવવા માટે તમે ભલે રામ મંદિરનું સ્વાગત કર્યું, પરંતુ તે એક આપરાધિક ઘટનાની જગ્યા છે. જ્યાં ગેરકાયદે બાબરીને ધ્વસ્ત કરવામાં આવી હતી. રામ મંદિર શું અમે તો માનીએ છે કે રામ એક કાલ્પનિક કિરદાર છે. કાલ્પનિક કિરદાર પર ફિલ્મ બને છે, મંદિર બને છે કે પુરાણ લખવામાં આવે છે.’ એક યુઝરે લખ્યું કે, ‘મંદિર અહીં જ બનશે, ભલે દેશમાં મહામારી આવે પણ મંદિર અહીં જ બનશે.’

એક યૂઝરે લખ્યું કે- ‘બધા બંગાળી હિંદૂ ખરાબ નથી હોતા, એવો અનુભવ કરાવવા માટે ધન્યવાદ.’એક યૂઝરે લખ્યું કે- ‘વિકાસ તો થયો છે. જુઓ અયોધ્યામાં વિકાસનો વરસાદ થશે.’ તો એક યૂઝરે કહ્યું કે, ‘આજ તો સિયારામનો જયઘોષ નગરીમાં જ નહીં સંભળાતો પરંતુ આખા વિશ્વમાં તેની ગૂંજ છે. દરેક મન દીપમય છે, દરેક જગ્યાએ દીવાળી છે.’ તો તેણે કહ્યું કે- આભાર મેમ સપોર્ટ કરવા માટે. તો એક યૂઝરે કહ્યું કે- સુર સે સુર મિલ રહૈ હૈ. તો કોઈએ કમેન્ટ કરી કે- ‘એક કામ કરો હવે તમે ચૂંટણી લડો. બંગાળથી ભાજપની ટિકિટ પર ચૂંટણી કેમ નથી લડતા.’

મહત્વનું છે કે પાંચ સદી સુધી રાહ જોયા બાદ આખરે 5 ઑગસ્ટે ભવ્ય રામ મંદિરના ભૂમિ પૂજનનું સ્વપ્ન સાકાર થયું હતું. ખુદ દેશના પ્રધાનમંત્રી મોદીએ મંદિરનું ભૂમિપૂજન કર્યું હતુ અને આખો દેશ આ ઐતિહાસિક દિવસનો સાક્ષી બન્યો હતો. દેશના જાણીતા લોકોએ ટ્વીટ કરી કે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી પોતાની ખુશી પણ વ્યક્ત કરી હતી.

You cannot copy content of this page