Only Gujarat

Bollywood

ડેબ્યુ ફિલ્મથી રાતો-રાત હિટ થયાં આ સ્ટાર્સ, પાછળથી કરવા પડ્યા હતા સાવ આવા રોલ

મુંબઈઃ હિન્દી સિનેમામાં એવાં ઓછા કલાકાર છે જે લાંબા સમય સુધી બોક્સ ઓફિસ પર પોતાનો દબદબો જાળવી શકે છે. તો એવાં કેટલાંક કલાકારો પણ છે જે હિટ ફિલ્મ આપ્યા છતાં અને સાઇડ રોલ કરી રહ્યા છે. અમે તમને જણાવીએ એવાં સ્ટાર્સ વિશે જેમની ડેબ્યુ ફિલ્મ હિટ હતી પછી ફિલ્મો ફ્લોપ થતાં સાઇડ રોલ કરી રહ્યા છે.

રિમી સેન
રિમી સેન તે અભિનેત્રીઓમાં સામેલ હતી જેનાં માટે બોલિવૂડના હીરો પાગલ હતાં. પાગલ અસલ જિંદગીમાં નહીં પણ ફિલ્મો માટે હતાં. ક્યારેક ફિલ્મથી હિટ થયેલી રિમી આજે ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી દૂર છે. રિમીએ અત્યાર સુધી લગ્ન કર્યા નથી. રિમીએ ખુદ એક્ટિંગથી દૂર છે.

મધુ
‘ફૂલ ઓર કાંટે’થી વીરુ દેવગનના દીકરા અજય દેવગને હિન્દી સિનેમામાં ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મમાં તેમની સાતે મધુ જોવાં મળી હતી. મધુ હેમા માલિનીની ભત્રીજી અને જૂહી ચાવલાની ભાભી છે. મધુએ બોલિવૂડ ઉપરાંત મલયાલમ, તમિલ અને કન્નડ ફિલ્મોમાં કામ કર્યું છે. મધુને સફળતા ‘ફૂલ ઓર કાંટે’થી મળી હતી. ‘ફૂલ ઓર કાંટે’ ઉપરાંત મધુને મણિરત્નમની ફિલ્મ રોઝા માટે પણ ઓળખવામાં આવે છે.

ડિનો મોરિયા
ડિનો મોરિયાએ 1999માં આવેલી ફિલ્મ ‘પ્યાર મેં કભી-કભી’થી તેમના ફિલ્મોની સફર શરૂ કરી હતી. આ પછી વર્ષ 2002માં સુપરહિટ ફિલ્મ રાઝમાં જોવા મળી હતી. પણ, આ પછી તેમની કોઈ પણ ફિલ્મ બોક્સ ઓફિસ પર કમાલ કરી શકી નહોતી. આ પછી તે અનેક ફિલ્મોમાં સપોર્ટિંગ રોલમાં જોવા મળે છે.

તુષાર કપૂર
તુષાર કપૂરે ફિલ્મ ‘મુઝે કુછ કહેના હૈ’થી પોતાના અભિનયની શરૂઆત કરી હતી. આ ફિલ્મને બોક્સ ઓફિસ પર સારો રિસ્પોન્સ મળ્યો હતો પણ, તુષાર કપૂર તેનમા પિતા જિતેન્દ્ર જેવી રીતે સ્ટારડમ હાંસલ કરી શક્યા નહોતા. તુષાર કપૂર ઓછી ફિલ્મમાં લીડ રોલમાં જોવા મળ્યા છે. સતત ફ્લોપ ફિલ્મને કારણે અત્યારે તુષાર કપૂર ફિલ્મોમાં સાઇડ રોલ કરતાં જોવા મળે છે.

You cannot copy content of this page