Only Gujarat

Bollywood

મોબાઈલનો ફોરેન્સિક રિપોર્ટ આવ્યો સામે, એવું તે શું જોઈને સુશાંતે આપી દીધો જીવ?

મુંબઈઃ સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં જેમ-જેમ તપાસ આગળ વધી રહી છે તેમ-તેમ નવા ખુલાસા થઈ રહ્યાં છે. સુશાતના મોબાઈલની પ્રાથમિક ફોરેન્સિક રિપોર્ટ સામે આવી ગઈ છે અને તેમાં એવી વાતો જાણવા મળી છે કે, સુશાંત પોતાના ફિલ્મી કરિયર અને પબ્લિક ઈમેજ અંગે ઘણો ચિંતિત હતો. સૂત્રો અનુસાર, સુશાંત 14 જૂને આત્મહત્યા કરતા પહેલા લગભગ 10.15 કલાકે પોતાના મોબાઈલ પર ગૂગલ સર્ચ એન્જિનમાં પોતાનું નામ જ સર્ચ કરી રહ્યો હતો.

ઝી ન્યૂઝના અહેવાલ પ્રમાણે એક્ટરના મોબાઈલમાં ગૂગલ સર્ચ હિસ્ટ્રીમાં જોવા મળ્યું કે, તેણે ‘સુશાંત સિંહ રાજપૂત’ના નામથી સર્ચ કર્યું જે પછી અમુક વેબસાઈટ આર્ટિકલ અને ન્યૂઝ પેપર પોર્ટલ પર વિઝિટ કરી હતી. જેના પેજ ખોલી વાંચીને બંધ કર્યા હતા.

સૂત્રોએ દાવો કર્યો કે, સુશાંત સિંહ રાજપૂતના અમુક નિકટના લોકોએ પોલીસને આપેલા નિવેદનમાં જણાવ્યું કે, સુશાંત છેલ્લા અમુક સમયથી માનસિક ચિંતાનો સામનો કરી રહ્યું હતું. ઘણીવાર લાગતું કે કોઈ જાણી જોઈને તેમની છબિ બગાડવાનું કામ કરી રહ્યું છે. અખબાર, વેબસાઈટ, સોશિયલ મીડિયા પર તેના વિશે પબ્લિશ થતા સમાચાર મુદ્દે સતત પોતાની ટીમ સાથે ચર્ચા કરતા રહેતા હતા. સુશાંતને એવી શંકા હતી કે કોઈ તેને સતત બદનામ કરવાનું ષડયંત્ર રચી રહ્યું છે.

તપાસમાં સામે આવી આ વાતો
મુંબઈ પોલીસના સૂત્રો અનુસાર, તેમને સાઈબર સેલથી મળેલી માહિતી અનુસાર વિકિપીડિયા યુટીસી ટાઈમલાઈન ફોલો કરે છે. જે ઈન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ટાઈમલાઈન કરતા 5 કલાક પાછળ છે. એવામાં ફેક્ટને વેરિફાઈ કરતા જાણ થઈ કે વિકિપીડિયા પર થયેલી અપડેટ સાથે કોઈ ચેડા નથી કરાયા. અગાઉ અમુક એહવાલોમાં એવો દાવો કરાયો હતો કે સુશાંતની આત્મહત્યાના 2 કલાક અગાઉ જ કોઈ યૂઝરે વિકિપીડિયા પેજને સુશાંતની આત્મહત્યા સાથે અપડેટ કરી દીધી હતી.

‘પાની’ ફિલ્મ વિશે પોલીસને જાણ થઈ છે કે, 150 કરોડના બજેટવાળી ફિલ્મ અંગે વિવાદ બાદ કોન્ટ્રાક્ટ 2015માં રદ કરાયો હતો. આ ફિલ્મના પ્રી-પ્રોડક્શન સ્ટેજમાં અંદાજે 5 કરોડ રૂપિયા પણ ખર્ચ કર્યા હતા. તપાસમાં સામે આવ્યું કે, ફિલ્મ ‘પીકે’ માટે સુશાંતને 5 લાખ રૂપિયાની ફી ઓફર કરવામા આવી હતી. પરંતુ સુશાંતને રાજકુમાર હિરાની જેવા ડિરેક્ટર સાથે કામ કરવાની ઈચ્છા હતી તેથી તેણે કોઈ ફી લીધી નહોતી.

You cannot copy content of this page