Only Gujarat

Bollywood

શૂટિંગમાં સુશાંતે અભિનેત્રી સાથે અડપલા કર્યા હોવાની અફવા ફેલાવી કરાયો હતો બદનામ

મુંબઈઃ સુશાંત સિંહ રાજપૂતના આત્મહત્યા કેસ મામલે તેની અંતિમ ફિલ્મ ‘દિલ બેચારા’ની લીડ એક્ટ્રેસ સંજના સાંઘીની મુંબઈ પોલીસે મંગળવારે લગભગ 9 કલાક સુધી પૂછપરછ કરી હતી. પૂછપરછમાં મુંબઈ પોલીસે સંજના સાંઘીથી ફિલ્મની શૂટિંગ દરમિયાન સુશાંત સિંહ રાજપૂત પર લગાવેલા મીટૂના આરોપ સહિત ફિલ્મ દરમિયાન તેના ડિપ્રેશન સાથેના મુદ્દે ઘણા પ્રશ્નો કર્યા હતા.

સંજના સાંઘી દ્વારા જણાવવામાં આવ્યું કે, વર્ષ 2018માં સંજનાને ફિલ્મમાં ઓડિશન બાદ ડિરેક્ટર મુકેશ છાબડાએ સિલેક્ટ કરી હતી. મુકેશ છાબડા આ ફિલ્મના ડિરેક્ટર પણ છે. તેણે કહ્યું કે, તેને પછી જાણ થઈ કે સુશાંત સિંહ રાજપૂત તેની સામે લીડ રોલમાં છે અને ફિલ્મના સેટ પર જ તેની સુશાંત સાથે પ્રથમ મુલાકાત થઈ હતી.

સંજનાના નિવેદન અનુસાર, તેણે સુશાંત સિંહ રાજપૂત પર મીટૂ કેમ્પેન હેઠળ કોઈ આરોપ લગાવ્યો નહોતો. આ દરમિયાન 2018માં જ્યારે મીટૂ કેમ્પેન ચાલી રહ્યું હતું ત્યારે કોઈએ એવી અફવા ઉડાવી હતી કે સુશાંત સિંહ રાજપૂતે શૂટિંગ દરમિયાન એક્ટ્રેસ સાથે અડપલા કર્યા હતા અને આ જ કારણે સંજનાએ તેની પર આરોપ લગાવ્યા હતા. પરંતુ તે સમયે સંજનાને આ વાતની જાણ નહોતી કારણ કે તે યુએસમાં પોતાની માતા સાથે ફરવા ગઈ હતી.

સંજનાએ કહ્યું કે, ફિલ્મનો એક પાર્ટ શૂટ થયો હતો. શેડ્યૂલ ડેટ્સ અનુસાર તેની પાસે ઘણો સમય હતો, તેથી તે યુએસ ગઈ હતી. આ દરમિયાન તેને જાણ નહોતી કે તેના નામનો ઉપયોગ કરી સુશાંત સિંહ રાજપૂત પર મીટૂના આરોપ લગાવવામાં આવી રહ્યાં છે. તે યુએસથી પરત આવી ત્યારે તેને આ અંગે જાણ થઈ અને તેણે સોશિયલ મીડિયા પર સ્પષ્ટતા કરી કે તેની સાથે આવું કંઈ જ થયું નથી અને તમામ વાતો અફવા છે. તે સુશાંત અને મુકેશને પણ મળી હતી. સુશાંત આ મુદ્દે હતાશ પણ હતો. સુશાંતે જણાવ્યું કે, મીટૂ કેમ્પેન હેઠળ કઈ રીતે તેને બદનામ કરવાનું ષડયંત્ર ઘડવામાં આવ્યું અને કઈ રીતે તેને ટ્રોલ કરવામાં આવતો હતો.

સુશાંતે સંજના સાથે થયેલી વાતચીતને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવા મુદ્દે માફી માગતા કહ્યું હતું કે, તે સમયે સંજનાનો સંપર્ક થઈ શક્યો નહોતો તેથી તે દબાણમાં આવી ગયો અને એક્ટ્રેસ સાથેની વાતચીતના સ્ક્રિનશૉટ સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. સંજનાને આ મુદ્દે કોઈ વાંધો નહોતો કારણ કે આરોપ પાયાવિહોણા હતા. અફવાહ ફેલાઈ એટલે સુશાંત પાસે બીજો કોઈ વિકલ્પ પણ નહોતો.

મીટૂ કેમ્પેન દરમિયાન સુશાંતને શંકા હતી કે કોઈ તેને ફસાવી રહ્યું છે અને એ પણ સંપૂર્ણ પ્લાનિંગ સાથે, પરંતુ એ કોણ છે? આ મુદ્દે સુશાંતે કોઈની સાથે વાત ના કરી. સુશાંત પોતાની પર્સનલ લાઈફ વિશે કોઈની સાથે વાત કરવામાં માનતો નહોતો. ફિલ્મની શૂટિંગ શરૂ થવા પર સુશાંતને રિકવર કરવામાં થોડો સમય લાગ્યો હતો. સંજના અને મુકેશ છાબડા હંમેશા તેની સાથે જ હતા, તેમને એ અંગે જાણ નહોતી કે સુશાંત પાસે ફિલ્મ કેટલી છે અને પછી તે ડિપ્રેશનમાં છે.

સંજના સાંઘીના જણાવ્યાં અનુસાર, સુશાંત શૂટ પર ઘણો નોર્મલ અને પ્રેજેન્સ ઓફ માઈન્ડ રાખતા વ્યક્તિઓમાંથી એક હતો. તેની પર્સનલ લાઈફ વિશે કોઈની પાસે વધુ માહિતી નહોતી. જોકે તે પટણાના પરિવારના સભ્યો અને અમુક હાસ્યાસ્પદ કિસ્સા જણાવતો હતો. પરંતુ સુશાંતના ડિપ્રેશન અંગે કોઈ જાણકારી નહોતી. મોટાભાગની વાતો ફિલ્મ અંગે જ થતી. જેના થકી સુશાંતે હંમેશા તેને મોટિવેટ કરી હતી.

You cannot copy content of this page