Only Gujarat

Bollywood

અક્ષય કુમાર સાથે ફિલ્મ કરી ચૂક્યા છે Crime Patrolના ‘ઈન્સપેક્ટર’, જાણો આજે શું કરે છે?

મુંબઈઃ સોની ટીવી પર ટેલિકાસ્ટ થતી સિરિયલ ‘ક્રાઇમ પેટ્રેલ’ છેલ્લાં બે દશકથી દર્શકોને મનોરંજન કરાવી રહી છે. સત્ય ઘટના પર આધારિત આ ટીવિ સિરિયલના કલાકાર પણ ખૂબ જ પોપ્યુલર થઈ ગયાં છે. ઘણાં સ્ટાર તો એવા છે જેમણે સિરિયલમાં પોતાની ઓળખ ઊભી કરી ફિલ્મોમાં કામ હાંસલ કર્યું છે. એક એવાં જ એક્ટરનું નામ છે સંજીવ ત્યાગી.

સંજીવ ત્યાગી લગભઘ 15 વર્ષથી ‘ક્રાઇમ પેટ્રોલ’ ટીમનો ભાગ છે. તેમણે આ સિરિયલમાં અપરાધીથી સિનિયલ ઇન્સપેક્ટરનો રોલ પ્લે કર્યો છે.

સંજીવ ત્યાગી ‘ક્રાઇમ પેટ્રોલ’ના લગભગ 200થી વઘુ એપિસોડમાં પોલીસકર્મીનો રોલ પ્લે કરી ચૂક્યા છે.

સંજીવ ત્યાગીએ દૂરદર્શનના પ્રોગામ ‘મની દેવો ભવઃ’થી એક્ટિંગમાં ડેબ્યુ કર્યું હતું. તેમણે સોની ટીવીની ‘અદાલત’ સિરિયલમાં પણ કામ કર્યું છે. જોકે, તેમને સાચી ઓળખ ક્રાઇમ પેટ્રોલથી મળી હતી.

સંજીવ ત્યાગી અક્ષય કુમારની ફિલ્મ ‘બેબી’માં પણ જોવા મળ્યાં હતાં. તે બીજી ફિલ્મોમાં પણ નાના-મોટા રોલ પ્લે કરી ચૂક્યા છે.

સંજીત ત્યાગી સોશિયલ વર્ક પણ કરે છે. તે મહિલાઓ અને બાળકોની સુરક્ષા સાથે જોડાયેલી સંસ્થા સાથે કાર્યરત છે.

સંજીવ ત્યાગી પરિણીત છે. તે તેમની ખાનગી જિંદગીને વધારે પબ્લિકલી કરતાં નથી.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page