Only Gujarat

Bollywood TOP STORIES

આ TV એક્ટરની માતાએ 62 વર્ષની ઉંમરે માત્ર 4 જ મહિનામાં ઘટાડ્યું 18 કિલો વજન

જાણીતા ટીવી એક્ટર કરણ વાહીની માતા વીભા વાહીએ છેલ્લા 4 મહિનામાં 18 કિલો વજન ઘટાડ્યું છે. આ વાત તેમના દીકરાએ જાતે જ સોશિયલ મીડિયામાં શેર કરી છે. 62 વર્ષની વીણાને વજન ઘટાડવામાં તાહિરા કોચરે મદદ કરી. આટલી ઉંમરે પોતાની માતામાં આ ટ્રાન્સફોર્મેશન જોઇને કરણ આશ્ચર્યચકિત હોવાની સાથે-સાથે ખૂબજ ખુશ પણ છે. કરણે માતાની કેટલીક તસવીરો શેર કરી ટ્રેનરનો આભાર માન્યો છે.

કરણ વાહીએ સોશિયલ મીડિયામાં લખ્યું: મમ્મી મને તમારા પર ગર્વ છે. મારી વાત સાંભળવા અને બીજાંની પહેલાં પોતાની ચિંતા કરવા બદલ આભાર. મારી માં 62 વર્ષની છે અને હાઇપોથાઇરોઇડની દરદી છે, છતાં તેમણે છેલ્લા ચાર મહિનામાં 18 કિલો વજન ઘટાડ્યું છે.

લોકડાઉન થયા બાદ તેમણે આ કારનામું કરી બતાવ્યું છે. આભાર તાહિરા કોચર, આ કામ કરી બતાવવા બદલ. ઉંમર તો માત્ર એક આંકડો સાબિત થઈને રહી ગઈ. લવ યૂ મોમ.

કોણ છે કરણ વાહી:
કરણ વાહી ટીવી અને ફિલ્મ એક્ટર છે. તે નાના પડદાના ચોકલેટી બોય તરીકે પણ ઓળખાય છે. 9 જૂન 1986 ના રોજ દિલ્હીમાં જન્મેલ કરણે ટીવી કરિયરની શરૂઆત ટીવી શો રીમિક્સથી કરી હતી. ત્યારબાદ તે સ્ટાર વનના શો દિલ મિલ ગયેમાં ડોક્ટર સિદ્ધાંતના રોલમાં જોવા મળ્યો.

એક્ટ્રિંગ સિવાય કરણ એક સારો ઈવી હોસ્ટ પણ છે. તે સ્ટાર પ્લસના ડાન્સ બેઝ્ડ રિયાલિટી શો નચ બલિયે અને જીટીવીના શો ડાન્સ ઇન્ડિયા ડાન્સ સુપર મોમ્સમાં ટીવી હોસ્ટ તરીકે જોવા મળ્યો હતો. આ સિવાય તે સિંગીંગ બેઝ્ડ રિયાલિટી શો ઈન્ડિયન આઇડલ પણ હોસ્ટ કરી ચૂક્યો છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page