Only Gujarat

Bollywood FEATURED

માત્ર કપૂર જ નહીં પણ બોલિવૂડના આ પરિવારો પણ છે એકદમ પાવરફૂલ, ઈન્ડસ્ટ્રી પર કરે છે રાજ

મુંબઈઃ ઋષિ કપૂરની અંતિમયાત્રામાં કપૂર ખાનદાનના માત્ર ગણતરીના લોકો જ સામેલ થયા. લૉકડાઉનના કારણે પરિવારના 20 સભ્યોને જ મંજૂરી આપવામાં આવી હતી. કપૂર ખાનદાનમાં જ્યારે કોઈ આવો મોકો આવે છે ત્યારે આજે પણ પરિવારના તમામ સભ્યો એક સાથે આવે છે. તેમને હિન્દી સિનેમાનો પહેલો પરિવાર પણ કહેવામાં આવે છે જેની દરેક પેઢી સિનેમા સાથે જોડાયેલી છે. ચાલો આજે અમે તમને બોલીવુડના સૌથી મશહૂર અને પાવરફુલ પરિવારો વિશે જણાવીએ…

કપૂર ખાનદાનઃ બોલીવુડના જાણીતા પરિવારોની વાત થઈ રહી હોય તો સૌથી પહેલા યાદ કરવામાં આવે છે. આ પરિવાર બોલીવુડ ઈન્ડસ્ટ્રીનો સૌથી જૂનો પરિવાર છે. પોતાના સપના પુરા કરવા માટે પૃથ્વીરાજ કપૂરે સિનેમાની દુનિયામાં પગ મુક્યો હતો. જે બાદ તેમના દીકરા રાજ કપૂર, શમ્મી કપૂર અને શશિ કપૂરે બોલીવુડ પર રાજ કર્યું. પછી રાજ કપૂરના દીકરા રણધીર કપૂર, ઋષિ કપૂર અને રાજીવ કપૂરે પણ ફિલ્મોથી જ કરિયર બનાવ્યું. રણધીર કપૂરે બોલીવુડ અભિનેત્રી બબીતા સાથે લગ્ન કર્યા. બબીતા અને રણધીરની બંની દીકરીઓ કરીના અને કરિશ્મા પણ બોલીવુડ પર છવાયેલી છે. કરીનાએ બોલીવુડ અભિનેતા સૈફ અલી ખાન સાથે લગ્ન કર્યા છે. હવે કરિશ્મા અને કરીનાના સંતાનોના ડેબ્યૂની રાહ છે. ઋષિ કપૂરનો દીકરો રણબીર પણ સારો એક્ટર છે.

એક વધુ કપૂર પરિવારઃ પૃથ્વીરાજ કપૂરની સિવાય વધુ એક કપૂર પરિવાર બોલીવુડ પર રાજ કરે છે. નિર્માતા સુરિંદર કપૂરના ત્રણેય દીકરા બોલીવુડમાં પોતાની ઓળખ બનાવી ચુક્યા છે. બોની કપૂર, અનિલ કપૂર, સંજય કપૂર ત્રણેય જાણીતા નામ છે. બોની કપૂરે શ્રીદેવી સાથે લગ્ન કર્યા છે. શ્રીદેવીની દીકરી જાન્હવી ધીમે-ધીમે બોલીવુડમાં પોતાના કદમ રાખી રહી છે. ત્યાં જ અનિલ કપૂરની બંને દીકરીઓ બોલીવુડ સાથે જોડાયેલી છે. સોનમ કપૂર અભિનેત્રી છે ત્યાં જ બીજી દીકરી રિયા કપૂર પ્રોડ્યૂસર છે. બોની કપૂરની પહેલી પત્ની મોનાથી તેને એક દીકરો અર્જુન કપૂર અને દીકરી અંશુલા છે. અર્જુન કપૂર પણ હીરો છે.

અખ્તર-આઝમી ખાનદાનઃ અખ્તર અને આઝમી ખાનદાન પણ બોલીવુડમાં લાંબા સમયથી પોતાની મૂળ જમાવેલા છે. ગીતકાર જાવેદ અખ્તરે પહેલા હની ઈરાની સાથે લગ્ન કર્યા. તે બંનેના બે બાળકો છે- ઝોયા અખ્તર અને ફરહાન અખ્તર, જે બોલીવુડની દુનિયામાં જાણીતા નામ છે. જાવેદ અખ્તરના પિતા જાં નિસાર અખ્તર પણ પોતાના સમયના લોકપ્રિય ગીતકાર છે. હની ઈરાનીની બહેન ડેઈઝી ઈરાની પણ અભિનેત્રી છે. કોરિયાગ્રાફર-ડાયરેક્ટર ફરાહ ખાન સાજિદ ખાન, હની ઈરાની અને ડેઈઝી ઈરાનીના ભાણેજ છે. જાવેદ અખ્તરના બીજા પત્ની શબાના આઝમી છે. તબ્બુ સંબંધમાં શબાના આઝમીની ભાણેજ લાગે છે.

ખાન પરિવારઃ લેખક સલીમ અને સલમાન ખાનના દીકરા સલમાન ખાન, અરબાઝ અને સોહેલ છે. સલીમ ખાને બોલીવુડના જાણીતા અભિનેત્રી હેલન સાથે બીજા લગ્ન કર્યા. ત્યાં જ અરબાઝ ખાન અને મલાઈકા અરોરાના લગ્ન થયા હતા. અભિનેત્રી અમૃતા અરોરા, મલાઈકા અરોરાની નાની બહેન છે. ત્યાં જ સલમાન ખાનની બહેન અલવીરા ખાને અભિનેતા અતુલ અગ્નિહોત્રી સાથે લગ્ન કર્યા છે.

બચ્ચન પરિવારઃ અમિતાભ બચ્ચને પોતાના અને મશહૂર કવિ હરિવંશ રાય બચ્ચનથી અલગ બોલીવુડમાં પોતાની પ્રતિભા બતાવી છે. અમિતાભ બચ્ચનને અભિનેત્રી જયા ભાદુરી સાથે લગ્ન કર્યા છે. તેમના દીકરા અભિષેક બચ્ચને પણ ફિલ્મોમાં જ પોતાનું કરિયર બનાવ્યું. અભિનેક બચ્ચને બોલીવુડની જાણીતી અભિનેત્રી ઐશ્વર્યા સાથે લગ્ન કર્યા છે.

મુખર્જી પરિવારઃ પોતાના જમાનાની જાણીતી અભિનેત્રી રતનબાઈની દીકરી શોભના સમર્થ સિનેમાના જાણીતા અભિનેત્રી રહ્યા. શોભના સમર્થની બે દીકરી નૂતન અને તનુજા છે. નૂતનના દીકરા મોહનિશ બહલ છે. તનુજાની બે દીકરી કાજોલ અને તનીષા છે. અભિનેત્રી રાની મુખર્જી, કાજોલની કઝીન છે. રાની મુખર્જીના પિતા રામ મુખર્જી પણ ફિલ્મ મેકર રહી ચૂક્યા છે.

ચોપરા-જોહર પરિવારઃ બલદેવ રાજ ચોપરાએ ફિલ્મ બી આર ફિલ્મ્સ પ્રોડક્શન હાઉસનું નિર્માણ કર્યું હતું. બલદેવના નાના ભાઈ યશ ચોપરા ડિરેક્ટર તરીકે છવાઈ ગયા હતાં. તેમનો દીકરો આદિત્ય પણ ડિરેક્ટર છે. યશ ચોપરાની બહેન હિરુએ યશ જૌહર સાથે લગ્ન કર્યાં હતાં. તેમનો દીકરો કરન આજે બોલિવૂડમાં મોટું નામ છે અને તેણે અનેક સ્ટાર કિડ્સને લોન્ચ કર્યાં છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page