Only Gujarat

Bollywood FEATURED

કરીનાને જાય છે પાંચમો મહિનો, પટૌડી પેલેસના ગાર્ડનમાં બેગમ આરામ કરતી મળી જોવા

મુંબઈઃ કરીના કપૂર અત્યારે તેમનો પ્રેગ્નન્સિ પિરીયડ એન્જોય કરી રહી છે. જોકે, આ વચ્ચે તે પોતાનું કામ પણ કરી રહી છે. હાલમાં જ કરીનાએ તેમનો એક ફોટો શેર કર્યો છે. જેના દ્વારા તેમણે જણાવ્યું કે, તેમની પ્રેગ્નન્સિનો 5મો મહિનો ચાલી રહ્યો છે. ઇન્સ્ટાગ્રામ પર કરીનાએ ફોટો શેર કરતાં લખ્યું કે, ‘5 મહિના અને વધારે મજબૂત થઈ રહી છું.’ ફોટોમાં કરીનાના ચહેરા પર પ્રેગ્નન્સિનો ગ્લો સ્પષ્ટ જોવા મળી રહ્યો છે. એટલું જ નહીં તેમણે મેકઅપ પણ કર્યો નથી. તે પટોડી પેલેસના ગાર્ડનમાં આરામ કરતી જોવા મળી રહી છે.

ઉલ્લેખનીય છે કે, કરીના અત્યારે દિલ્હીમાં પોતાની અપકમિંગ ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’નું શૂટિંગ કરી રહી છે. શૂટિંગ દરમિયાન તે દિલ્હીમાં નહીં પણ તેમના પટોડી પેલેસમાં રોકાઈ છે.

કરીનાની પ્રેગ્નન્સિને જોતાં શૂટિંગના સેટ પર કોવિડ અંગે સેફ્ટીનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. આમિર ખાન પણ આ વાતને લીધે ચિંતિત છે. સેનેટાઇઝેશનની સાથે-સાથે તેની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે કે ઓછા મેન પાવર સાથે શૂટિંગ પણ કરવામાં આવે અને લોકોની ભીડ ભેગી થાય નહીં.

કરીનાનું બેબી બંપ દેખાવવા લાગ્યું છે એવામાં દરેકના મનમાં એ જ સવાલ હતો કે, બેબી બંપ સાથે કરીના ‘લાલ સિંહ ચઢ્ઢા’નું શૂટિંગ કેવી રીતે કરશે. રિપોર્ટ મુજબ, કરીનાનું બેબી બંપ છુપાવવા માટે VFXનો ઉપયોગ કરવામાં આવશે.

થોડાં દિવસો પહેલાં જ કરીના તેના પતિ સૈફ અલી ખાન અને દીકરા તૈમૂર અલી ખાન સાથે મુંબઈથી રવાના થઈ હતી.

કરીનાનું શૂટિંગ દિલ્હીમાં ઘણાં અઠવાડિયા ચાલવાની શક્યતા છે. ફિલ્મને દિલ્હીના ઘણાં વિસ્તારમાં શૂટ કરવામાં આવશે. રિપોર્ટ મુજબ, કેટલાક સિન્સમાં કરીના એકલી છે તો કેટલાકમાં તે આમિર ખાન સાથે શૂટિંગ કરશે.

મમ્મી કરીના શૂટિંગ પર ગયા પછી પિતા સૈફ દીકરા તૈમૂરનું ધ્યાન રાખશે. જોકે, આ દરમિયાન તૈમૂર તેની મમ્મીને ખૂબ જ મિસ કરી રહ્યો છે.

આ મહિને કરીના-સૈફના લગ્નની એનિવર્સરી પણ છે અને એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ કપલ પટોડી પેલેસમાં પણ વેડિંગ એનિવર્સરી મનાવશે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, આ અવસરે પરિવારના કેટલાક લોકો પણ હાજર રહેશે.

હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં રણધીર કપૂરને પૂછવામાં આવ્યું કે તેમની દીકરી કરીનાને બીજા બાળક તરીકે શું જોઈએ છે દીકરી કે દીકરો? જેના પર તેમણે કહ્યું કે, ‘કોઈ પ્રાથમિકતા નથી, દીકરી હોય કે દીકરો.’ તેમણે કહ્યું કે, ‘અમે માત્ર સ્વસ્થય અને સારું બાળક ઈચ્છીએ છીએ. અને તમને જણાવી દવ કે આખો કપૂર પરિવાર આ માટે ખૂબ જ એક્સાઇટેડ છે.’

થોડાં દિવસ પહેલાં રણધીર કપૂરે નાના બનવાની ખુશી વ્યક્ત કરતાં કહ્યું હતું કે, ‘હું ખુશ છું પણ, હું તો કરીનાને ઘણાં સમયથી કહેતો હતો કે, હવે તૈમૂરને ભાઈ કે બહેનની જરૂર છે જે તેની સાથે રમી શકે.’

You cannot copy content of this page