Only Gujarat

Bollywood FEATURED

સુશાંત સિંહ રાજપુત કેસમાં આવ્યો નવો વળાંક, પૂર્વ બોડીગાડનો સનસનીખેજ દાવો

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો સુશાંત સિંહ રાજપૂત કેસમાં ડ્રગ એંગલ પર ધ્યાન આપવાની તૈયારીમાં છે, ત્યારે ખાનગી મીડિયાના તપાસ દરમિયાન મજબૂત જુબાની સામે આવી છે જે અભિનેતાના ચરસ અને ગાંજાના વ્યસનની હોવાના તરફ ઈશારો કરે છે.

ચરસની સાથે પાર્ટી
રાજપૂતનાં પૂર્વ બૉડીગાર્ડ મુશ્તાકે, ખાનગી મીડિયાનાં અન્ડરકવર રિપોર્ટર્સને જણાવ્યું હતું કે તેણે બોલિવૂડ સ્ટારને ખાનગી પાર્ટીઓ દરમિયાન અને તેની કારમાં મુસાફરી દરમિયાન મોંઘા અને આયાત કરાયેલા ચરસ લેતા જોયા હતા. અન્ડરકવર રિપોર્ટરોએ મુસ્તાક સાથે પોતાને ફિલ્મ નિર્માતા તરીકે રજૂ કરીને વાત કરી.ગયા વર્ષે ફેબ્રુઆરીમાં નોકરી છોડતા પહેલા મુસ્તાક લગભગ નવ મહિના સુધી અભિનેતાની ખાનગી સુરક્ષા એસ્કોર્ટમાં કામ કરતો હતો.

ખાનગી મીડિયાની તપાસમાં સામે આવી ડ્રગ લિંક
જણાવી દઈએકે, રાજપૂતનાં હાઉસકીપર નીરજે પોલિસને આપેલાં નિવેદનમાં દાવો કર્યો હતોકે, તેણે એક્ટરની મોતનાં થોડા દિવસ પહેલાં ગાંજાને સિગરેટમાં રોલ કર્યા હતા.

રિયા ચક્રવર્તી અને મેનેજર વચ્ચેની કથિત વોટ્સએપ ચેટમાં રાજપૂત માટે પ્રતિબંધિત પદાર્થોના સંભવિત વ્યસન તરફ પણ ધ્યાન દોરવામાં આવ્યું હતું. મુસ્તાકે અંડરકવર રિપોર્ટર્સ સાથેની વાત એ પણ સૂચવે છે કે રાજપૂત ચરસ અને ગંજા વગેરેના આદિ હતા.

રિપોર્ટર- “શું તેણે (રાજપૂત) ચરસ લીધો હતો?”
મુસ્તાક- “હા, તેણે લીધો હતો… ઘરે પાર્ટીઓ દરમિયાન, પાંચથી છ લોકો હતા. તે સમયે તે ચરસ અથવા ગંજો લેતો હતો. રૂમમાં હાજર દરેક લોકો લેતા હતા. મેં સાંભળ્યું કે તે મોંઘા પ્રકારનો હતો.”

મુસ્તાકે દાવો કર્યો હતો કે તેમણે રાજપૂતનાં એક મેનેજરને ચરસના ખરાબ પ્રભાવ વિશે ચેતવણી પણ આપી હતી. મુસ્તાક- “મેં તેમને કહ્યું હતું કે આ (વ્યસન) માનસિક ગડબડી (રાજપૂતને) તરફ દોરી જશે પરંતુ તેમણે (મેનેજર) મને કહ્યું કે તે (ચરસ) કોઈ સામાન્ય ભારતીય પ્રકારની નથી. તે મોંઘુ હતું”. મુસ્તાકના કહેવા મુજબ રાજપૂતના અંગત સ્ટાફના ત્રણથી ચાર લોકો તેના માટે ચરસ રોલ કરતા હતા. મુસ્તાકે કહ્યું, “અમને સૂચના આપવામાં આવી હતી કે કારમાં (ચરસ) ના નિશાન ન છોડે કારણ કે આમ કરવાથી ચેકિંગ દરમિયાન પકડાવાનું જોખમ વધી શકે છે.”

‘રાજપૂતનો ગુસ્સો’
મુસ્તાકે ભારપૂર્વક જણાવ્યું હતું કે રાજપૂતનો સ્વભાવ અનિશ્ચિત પ્રકૃતિવાળો હતો. મુસ્તાક- “કોઈ પણ શૂટ્સ દરમિયાન તેના (રાજપૂત) ના મૂડનો અંદાજ લગાવી શકાતો ન હતો. શૂટિંગ દરમિયાન તે કંઈપણ માંગી શકતો હતો અને જો ન મળે તો તે પોતાનો ગુસ્સો ગુમાવી શકતો હતો. તેના મૂડને કારણે તે અચાનક શૂટ રદ કરી શકતો હતો. આવું ઘણી વખત બન્યું. સેટ લાગેલાં હોવા છતાં શૂટ્સ રદ કરવામાં આવ્યા હતા. ” મુસ્તાકના જણાવ્યા અનુસાર, અભિનેતા સાથે નવ મહિનાના રહેવા દરમિયાન, તેણે ચાર-પાંચ વ્યક્તિગત સ્ટાફના સભ્યોની બરતરફી જોઇ હતી. રાજપૂતના ભૂતપૂર્વ બોડીગાર્ડે દાવો કર્યો હતો કે તેણે અચાનક કોઈ દોષ વિના લોકોને કાઢી મુક્યા હતા.

“ટીવી પર ખોટા વખાણ”
મુસ્તાકે કબૂલાત કરી કે તેમણે અન્ય ટીવી નેટવર્ક્સ ઉપર રાજપૂતની ખોટી પ્રશંસા કરી છે. મુસ્તાકે કહ્યું, “હું ઇન્ટરવ્યુમાં બધું કહી શકતો નથી.” હું ફક્ત ખોટી ખુશામત જ કરીશ. નહીં તો લોકો મારા પુતળા સળગાવવાનું શરૂ કરશે. હવે હું ઉપરવાળા પાસે માફી માંગું છું.”

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page