Only Gujarat

FEATURED National

ભારતીય હોવાનો થશે ગર્વ, 10 લાખ વર્ષ જૂના આ પર્વતોની વચ્ચે રેલવેએ બનાવી આ સુરંગ

ચંદીગઢઃ ઇન્ડિયન રેલવેનો સૌથી મોટો ડ્રીમ પ્રોજેક્ટ ડેડીકેટેડ ફ્રેટ કોરિડોરનું કામ મહામારીની વચ્ચે પણ પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ પ્રોજેક્ટનું સૌથી મોટું વિઘ્ન શુક્રવારે (25 જુલાઈ) ટળી ગયું. સોહનાની પાસે અરવલ્લીના પર્વતોને ચીરવા માટે ટનલમાં એક વિસ્ફોટ કરવામાં આવ્યું હતું, જેના કારણે આ ટનલ બંને બાજુથી ખુલ્લી ગઇ. આ પહાડમાં સુરંગ બનાવવા માટે એક વર્ષથી કામ ચાલી રહ્યું હતું. તેની ખાસિયત એવી છે કે, આ દુનિયાની સૌથી પહેલી ઇલેક્ટ્રિફાઇડ રેલ સુરંગ હશે, જેમાં ડબલ સ્ટેક કન્ટેનર પણ જોડી શકાશે. એટલે કે ડબલ ડેકર માલગાડી 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડશે.


1 કિલોમીટર છે સુરંગની લંબાઇઃ આ સુરંગની લંબાઇ એક કિલોમીટરની છે. અત્યાર સુધીમાં બંને કોરિડોરમાં 500 કિલોમીટરનો રેલવે ટ્રેક ગોઠવી દેવાયો છે. આ પ્રોજેક્ટ આવતા વર્ષ સુધીમાં પૂર્ણ થઇ જાય તેવી શક્યતા જોવાઇ રહી છે. ભારતીય રેલ ખાસ તો માલગાડીયાને ચલાવવા માટે આ ટ્રેક તૈયાર કરી રહી છે.

શું છે ડેડિકેટેડ ફ્રન્ટ કોર્રિડોર? અત્યાર સુધી માલગાડીઓ પણ એ જ પટરી પર ચાલતી હતી, જ્યાં પેસેન્જર ટ્રેન ચાલે છે. આ કારણથી માલગાડીને દોડવવામાં વિલંબ થતો હતો. આ કારણથી હવે અલગથી ડેડિકેટસ ફ્રંટ કોરિડોર બનાવવામાં આવ્યો છે.


ક્યાં સુધી પ્રોજેક્ટ બનશેઃ માલગાડીઓ માટે ભારતીય રેલવેનો આ પ્રોજેક્ટ દેશમાં બે ડેડિકેટેડ ફ્રેંટ કોરિડોર બનાવી રહ્યો છે. બંનેને નોઇડાના દાદરીમાં લિંક કરવામાં આવશે. જ્યાનું નામ વેસ્ટર્ન ડેડિકે઼ટ ફ્રેટ કોરિડોર છે. જે નોઇડાના દાદરીથી ગુડગાંવ અને ગુજરાત થઇને મુંબઇ સુધી જશે. તો બીજી ર્ઇસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેંટ કોરિડોર જે પંજાબના લુધિયાનાથી દાદરી થઇને કોલકતા જશે.


દસ લાખ વર્ષ પ્રાચીન પહાડોની વચ્ચે બની સુરંગઃ આ કોરિડોરના જીએમ ઓપરેન્શન્સ વેદ પ્રકાશે એક વીડિયો ચેનલને જણાવ્યું કે, આ પ્રોજેકટ દસ લાખ વર્ષ પ્રાચીન પહાડોની વચ્ચેથી બનાવવામાં આવ્યો છે. આ સુરંગ આધુનિક એન્જિનિયરિંગનું અદભૂત ઉદાહરણ બનશે. તેની ખાસયિત એ છે કે, તેમાં 100 કિલોમીટરની રફતારથી ટ્રેન દોડશે.

5 રાજ્યોને થશે સૌથી વધુ ફાયદોઃ ઉલ્લેખનિય છે કે, 1506 કિલોમીટર લાંબી આ લાઇનથી સમગ્ર એનસીઆર હરિયાણા, રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્રને મોટો ફાયદો થશે. વર્ષ 2019માં શરૂ થયેલો આ પ્રોજેકટ 2021 સુધીમાં પૂર્ણ થવાની આશા છે. સુંરગ માટે અરાવલ્લીની પહાડીઓને ચીર માટે એક મોટો વિસ્ફોટ કરવામાં આવ્યો હતો. દુનિયાની સૌથી પહેલી ઇલેક્ટ્રિફાઇડ રેલ સુરંગનો ડ્રીમ પ્રોજેક્ટ આકાર લેતા રેલવે કર્મચારીઓમાં પણ ખુશીનો માહોલ છે.

You cannot copy content of this page