Only Gujarat

TOP STORIES

AIIMSના ડિરેક્ટરનો મોટો ખુલાસો, અમદાવાદમાં હવે નહીં વધે કોરોનાના કેસ પરંતુ….

નવી દિલ્હીઃ મે-જૂનમાં અમદાવાદ કોરોનાનું હોટસ્પોટ બન્યું હતું. રોજના સરેરાશ 200થી300 જેટલા કેસ આવતા હતા અને મોતની સંખ્યા પણ સતત વધી રહી હતી. પરંતુ જુલાઈના મધ્યમાં કોરોનાના કેસ અને મોતનો આંક નીચે આવતો રહ્યો. કોરોનાની વિશ્વવ્યાપી સ્ટડી એવું દર્શાવે છે કે, ઝડપથી વધી રહેલા કેસો અટકી જાય અથવા નીચે આવવા લાગે તો તેને પિક માનવામાં આવે છે. પિક આવવાનો અર્થ એ છે કે હવે કેસની સંખ્યા ઘટવા લાગશે. આ વાત એઈમ્સના ડિરેક્ટર ડૉક્ટર રણદીપ ગુલેરિયાએ જાણીતા અખબાર દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં સ્વીકારી હતી.

દિવ્ય ભાસ્કરના અહેવાલ અનુસાર ડૉ. ગુલેરિયાએ કહ્યું હતું કે દેશના વિવિધ વિસ્તારોમાં જુદા-જુદા સમયે કોરોના પિક પર રહેશે. હાલ એવુ લાગે છે કે દિલ્હી, અમદાવાદ અને મુંબઈના કેટલાક વિસ્તારને બાદ કરતા દ.ભારતના રાજ્યોના કેટલાક વિસ્તારોમાં ફ્લેટનિંગ કર્વ (કેસ વધવાના અટકી ગયા અથવા હવે દરરોજ આવતા કેસમાં ઘટાડો થયો) આવી ગયું છે.આ સંભવતઃ પિક હશે.

જોકે કોરોના ચેપી હોવાથી થોડી પણ બેદરકારી દાખવવામાં આવશે તો કેસ ફરી વધવા લાગશે. આવુ જ અમેરિકામાં થયું હતું. આથી કર્વમાં ઘટાડો કે પિક ફરી ના આવે તે માટે માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ, હેન્ડ હાઈઝિનના નિયમોનું કડકાઈથી પાલન કરવું જરૂરી છે.

ચોમાસામાં લોકોએ અલર્ટ રહેવું પડશેઃ ડૉ. ગુલેરિયાએ કહ્યું કે,‘આ આપણા માટે ચિંતાનો વિષય છે. સામાન્ય રીતે એવું જોવા મળે છે કે દેશમાં શરદી અને તાવના કેસ ચોમાસા અને શિયાળામાં વધી જતા હોય છે. જોકે કોરોના એક નવો વાઈરસ હોવાના કારણે કંઈ સ્પષ્ટપણે કહી શકાય તેમ નથી. પશ્ચિમના દેશોમાં ઠંડીના દિવસોમાં તે ફરી જોખમી સાબિત થઈ શકે છે. આ સ્થિતિમાં આપણે બધાએ એલર્ટ રહેવાની જરૂર છે.’

અમદાવાદમાં છેલ્લાં ત્રણ મહિનાની દૈનિક સરેરાશ કંઈક આ રીતે રહી હતી

 

You cannot copy content of this page