Only Gujarat

Bollywood FEATURED

એક્ટ્રેસને પહેલાં મેલેરિયા થયો ને પછી થઈ આ બીમારી, અંતે પછી થઈ ગઈ હતી આવી હાલત

મુંબઈ: 90ના દાયકાની ફિલ્મ ‘આંખે’માં ગોવિંદા અને ચંકી પાંડે સાથે કામ કરી ચૂકેલી અભિનેત્રી રાગેશ્વરી લૂમ્બા 43 વર્ષની થઈ ગઈ છે. 25 જુલાઈ, 1977માં મુંબઈમાં જન્મેલી રાગેશ્વરી હાલ ગ્લેમર વર્લ્ડથી દૂર પોતાની લાઈફને એન્જોય કરી રહી છે. ઓછા લોકો જાણે છે કે બાળપણથી જ અનેક બ્રાન્ડ્સ માટે મોડેલિંગ કરી ચૂકેલી રાગેશ્વરી રિયલ લાઈફમાં પેરાલિસિસ જેવી ગંભીર બીમારીનો શિકાર બની ચુકી છે. એટલે સુધી કે તે લકવાના કારણે સરખું બોલી પણ નહોતી શકતી.

27 વર્ષ પહેલા એટલે કે 1993માં આવેલી ફિલ્મ ‘આંખે’થી બોલીવુડમાં ડેબ્યૂ કરનાર રાગેશ્વરીને વર્ષ 2000માં લકવો થઈ ગયો હતો. જે બાદ તેની હાલત એવી થઈ ગઈ હતી કે તે પોતાના શરીરના ડાબા ભાગથી હલનચલન નહોતી કરી શકતી.

આ વાત એ સમયની છે જ્યારે રાગેશ્વરીએ કોકા કોલા સાથે એક ડીલ સાઈન કરી હતી. આ ડીલમાં તેણે દેશભરમાં કૉન્સર્ટ કરવાના હતા. આ વચ્ચે 2000માં રાગેશ્વરી અને તેના પિતાએ મળીને આલ્બમ લૉન્ચ કર્યું હતું.

આ આલ્બમનું નામ Y2K:વર્ષ બે હજાર હતું. જેને નવા વર્ષે એક ધમાકેદાર કોન્સર્ટમાં લૉન્ચ કરવામાં આવ્યું હતું. રાગેશ્વરી તેના જ એક ગીત ‘ઈક્કી ચિક્કી’ના વીડિયોનું જ્યારે શૂટિંગ કરી રહી હતી ત્યારે તેને મલેરિયા થઈ ગયો.

આ કૉન્સર્ટના એક અઠવાડિયા બાદ રાગેશ્વરીને બેલ્સ પાલ્સી નામનો રોગ થયો. આ સમયે તેને લકવો થઈ ગયો. આ અટેક એટલો દર્દનાક હતો કે તે બોલી પણ નહોતી શકતી.

બીમારી બાદ એક આખું વર્ષ તેણે ફિઝિયોથેરાપી, ઈલેક્ટ્રિકલ સ્ટીમ્યુલેશન અને યોગ પર કાઢ્યું. જેના કારણે તે બીમારીથી જલ્દી રિકવર થઈ ગઈ અને સાજી થઈ ગઈ.

રાગેશ્વરી લંડનના હ્યૂમન રાઈટ્સ લૉયર સુધાંશુ સ્વરૂપ સાથે લગ્ન કર્યા. તેમણે હિંદૂ રીતિ રીવાજથી પરિવાર અને નજીકના લોકોની હાજરીમાં 27 જાન્યુઆરી 2014ના દિવસે લગ્ન કર્યા.

રાગેશ્વરી અને સુધાંશુની મુલાકાત તેમના માતા-પિતાએ કરાવી હતી. બાદમાં તેઓ સારા મિત્રો બન્યા અને મિત્રતા લગ્નમાં પલટાઈ ગઈ.

લગ્ન બાદ રાગેશ્વરી લંડનમાં જ શિફ્ટ થઈ ગઈ છે. બંનેની એક દીકરી છે. જેનો જન્મ 11 ફેબ્રુઆરી 2016માં થયો.

જણાવી દઈએ, કે તેના લગ્નમાં જૂહી ચાવલા, સુષ્મિતા સેન, પૂજા બેદી, રાજૂ હિરાની, કૃષિકા લુલ્લા, પુનીત ઈસ્સાર જેવા લોકો જોડાયા હતા.

રાગેશ્વરીએ ‘આંખે’, ‘દિલ આ ગયા’, ‘જિદ’, ‘મૈ ખિલાડી તૂ અનાડી’, ‘દિલ કિતના નાદાન હૈ’, ‘તુમ જિયો હજારો સાલ’ અને ‘મુંબઈ સે આયા મેરા દોસ્ત’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. આ સિવાય તેણે ટીવી શોઝ પણ હોસ્ટ કર્યા છે.

You cannot copy content of this page