Only Gujarat

Bollywood

સંસ્કારી બાબુની બહેન છે આ ટીવી એક્ટ્રેસ, આ કલાકારો છે REAL LIFEમાં ભાઈ-બહેન

મુંબઈ: રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો છે. દેશભરમાં લોકો તેની તૈયારીઓમાં પણ લાગી ગયા છે. 3 ઑગસ્ટે દેશભરમાં રક્ષાબંધન મનાવવામાં આવશે. ભાઈ-બહેનનો સંબંધ ખૂબ જ પ્રેમભર્યો હોય છે. આ વખતે કોરોના મહામારીના કારણે ન જાણે કેટલાય ભાઈઓના કાંડા પર રાખડી નહીં હોય. કોરોનાના કારણે અનેક એવા લોકો છે, જે પોતાના ઘરથી દૂર લૉકડાઉનમાં ફસાયેલા છે. એવામાં જોવાનું એ રહેશે કે સેલિબ્રેશન લોકો કેવી રીતે કરશે. આ પ્રસંગે અમે તમને ટીવીના એ સ્ટાર્સના વિશે જણાવી રહ્યા છે, જેમણે સીરિયલ્સમાં સાથે કામ કરીને નામ કમાયું પરંતુ અસલ લાઈફમાં તેઓ ભાઈ-બહેન છે.

આલોક નાથ અને વિનીતા મલિકઃ આલોક નાથે ટીવી સીરિયલ્સની સાથે સાથે ફિલ્મોમાં નામ કમાયું છે. તેમણે ‘બુનિયાદ'(1986), ‘તારા'(1997), ‘રિશ્તે'(2001), ‘ઘર એક સપના'(2006), ‘સપના બાબુલ કા…બિદાઈ'(2010) જેવા અનેક ટીવી શોઝમાં કામ કર્યું છે. તેમની બહેન વીનિતા મલિક છે. તે ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’, ‘કસૌટી જિંદગી કી’, ‘કાવ્યાંજલિ’ અને ‘દિલ મિલ ગયે’ જેવા શોઝનો ભાગ રહ્યા અને પોતાના અભિનયના કારણે તેણે ખૂબ નામ કમાયું.

અક્ષય ડોગરા અને રિદ્ધિ ડોગરાઃ આ રિયલ લાઈફ ભાઈ-બહેનની યાદીમાં રિદ્ધી ડોગરા અને અક્ષય ડોગરાનું નામ પણ સામેલ છે. રિદ્ધીએ અનેક સીરિયલ્સ કરી છે. ‘મર્યાદા…લેકિન કબ તક’, ‘સાવિત્રી’માં તેની એક્ટિંગ સ્કીલ્સનું પ્રદર્શન કરીને દર્શકોના દિલમાં જગ્યા બનાવી છે. ‘ઈસ પ્યાર કો ક્યા નામ દૂ’માં અક્ષય ડોગરાએ અભિનય કર્યો હતો.

અયાન જુબૈર અને જન્નત જુબૈર રહમાનીઃ ‘ફૂલવા’ ફેમ બાલ કલાકાર ‘જન્નત’ અને ‘જોધા અકબર’માં નાના સલીમનો કિરદાર નિભાવી ચુકેલા અયાન અસલ જિંદગીમાં ભાઈ બહેન છે.

ડેલનાઝ અને બખ્તિયારઃ ડેલનાઝ અને બખ્તિયાર પણ અસલ જિંદગીમાં ભાઈ-બહેન છે. બંનેએ અનેક ટીવી સીરિયલમાં કામ કર્યું છે. ડેલનાઝે ‘એક મહલ હો સપનો કા'(2002), ‘યસ બૉસ'(2009), ‘શરારત'(2005), ‘કરમ અપના અપના’ (2007), ‘બા, બહૂ ઔર બેબી’ (2007), ‘મેરે અપને'(2007), ‘ક્યા મસ્ત લાઈફ હૈ'(2010) સહિતની સીરિયલોમાં કામ કર્યું છે. આ સિવાય, તેના ભાઈ બખ્તિયાર ‘બડી દૂર સે આએ હૈ’, ‘માં એક્સચેન્જ’, ‘લવ કા તડકા’, ‘મિલે જબ હમ તુમ’ જેવા શોઝનો ભાગ રહી ચુક્યા છે.

આરતી સિંહ અને કૃષ્ણા અભિષેકઃ ટીવી રિઆલિટી શો ‘ધ કપિલ શર્મા શો’માં પોતાની કૉમેડીથી હસાવતા ગોવિંદાના ભાણેજ અને એક્ટર કૃષ્ણા અભિષેકની બહેન આરતી સિંહ છે. કૃષ્ણાએ ‘બોલ બચ્ચન’ અને ‘એન્ટરટેઈનમેન્ટ’ જેવી ફિલ્મો કરી છે. તો આરતી ‘માયકા’, ‘ગૃહસ્થી’ જેવી સીરિયલોમાં નજર આવી ચુકી છે. તે સિવાય તે ‘બિગ બૉસ 13’નો ભાગ પણ રહી ચુકી છે.

મિશ્કત વર્મા અને મિહિકા વર્માઃ ‘યે હૈ મોહબ્બતે’માં મિહિકા વર્માએ જબરદસ્ત એક્ટિંગ કરી હતી. તેમને નેમ અને ફેમ બંને મળ્યું. તો, ભાઈ મિશ્કતના લુક્સની તો છોકરીઓ દિવાની છે. ‘ઔર પ્યાર હો ગયા’માં મિશ્કતે કામ કર્યું અને ખૂબ નામ કમાયું. તેઓ અસલ જિંદગીમાં ભાઈ બહેન છે.

પીયૂષ સહદેવ અને મહેર વિજઃ મહેરે ‘બજરંગી ભાઈજાન’, ‘દિલ વિલ પ્યાર વ્યાર’, ‘લકી….નો ટાઈમ ફૉર લવ’ જેવી ફિલ્મો અને ‘કિસ દેશ મે હૈ મેરા દિલ’, ‘રામ મિલાઈ’ જોડી જેવા ડેઈલી શોપ્સમાં કામ કર્યું છે. ‘બેહદ’, ‘સપને સુહાને લડકપન’માં નજર આવી ચૂકેલા પીયૂષ સચદેવ તેમના રિયલ લાઈફમાં ભાઈ છે.

વરુણ બડોલા અને અલકા કૌશલઃ વરુણ બડોલા અને અલકા કૌશલ રિયલ લાઈફમાં ભાઈ-બહેન છે. બંનેએ અનેક ટીવી શોમાં કામ કર્યું છે. વરુણે ‘બનેગી અપની બાત’, ‘યે હૈ મુંબઈ મેરી જાન’, ‘કુટુંબ’, ‘રબ્બા ઈશ્ક ન હોવે’, ‘ઘર એક સપના, ભાભી’, ‘ફિર સુબહ હોગી’ જેવી સિરીયલ્સમાં કામ કર્યું છે. તો બહેન અલકા ‘સરોજની’, ‘હમારી સિસ્ટર દીદી’, ‘જ્યોતિ’, ‘નયા દૌર’, ‘તુમ પુકાર લો’ જેવા શોનો ભાગ રહી.

You cannot copy content of this page