Only Gujarat

Bollywood TOP STORIES

નહીં જોયા હોય ચંપકચાચાના Real life જોડિયા દીકરાઓને, થઈ ગયા છે આટલાં મોટા

મુંબઈઃ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના બાપુજી અને ચંપકદાદા એટલે કે અમિત ભટ્ટ હાલ લૉકડાઉન હોવાને કારણે ઘરે જ પત્ની તથા બે દીકરા દીપ તથા દેવ સાથે સમય પસાર કરે છે. અમિત ભટ્ટના આ બંને દીકરા દીપ તથા દેવ મોટા થઈ ગયા છે.

સીરિયલમાં અમિત ભટ્ટ કચ્છથી પોતાના દીકરા જેઠાલાલના પાસે આવ્યા હોય છે. તેઓ એકદમ ગુસ્સાવાળા છે અને તેઓ હંમેશાં દીકરાને જેઠિયા કહીને જ બોલાવતા હોય છે. સીરિયલમાં જેઠાલાલની ભૂમિકા દીલિપ જોષીએ પ્લે કરી છે. નવાઈની વાત એ છે કે રિયલ લાઈફમાં અમિત ભટ્ટની ઉંમર 47 વર્ષ છે અને દીલિપ જોષીની ઉંમર 52 વર્ષ છે. એટલે કે અમિત ભટ્ટ પાંચ વર્ષ નાના છે.

સીરિયલમાં જે રીતે અમિત ભટ્ટ કચ્છના છે, તે જ રીતે રિયલ લાઈફમાં પણ અમિત ભટ્ટ મૂળ કચ્છના છે અને પરિવાર સાથે મુંબઈમાં રહે છે. તેમની પત્ની કૃતિ ભટ્ટ છે.

અમિત ભટ્ટે ગુજરાતી થિયેટરથી પોતાની કરિયરની શરૂઆત કરી હતી. તેઓ લાંબા સમયથી થિયેટર સાથે સંકળાયેલા હતાં. અમિત ભટ્ટે ‘પારકે પૈસે લીલા લહેર’, ‘ચાલ રિવર્સમાં જઇએ’ વગેરે નાટકોમાં કામ કર્યું છે. સલમાન ખાનના પ્રોડક્શન હાઉસ હેઠળ બનેલી ફિલ્મ ‘લવયાત્રી’માં અમિત ભટ્ટે કામ કર્યું હતું. આ ઉપરાંત ઘણી ગુજરાતી ફિલ્મમાં પણ કામ કર્યું છે.

અમિત ભટ્ટે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે એક્ટિંગ કરવી તે તેમનું કામ છે. શરૂઆતમાં તેમને ચંપકચાચાનો રોલ પ્લે કરવો અઘરો લાગ્યો હતો. રિયલ લાઈફમાં તે યંગ છે અને સ્ક્રીન પર તેમને ઘરડાં દેખાવવાનું હતું. તેમના માટે આ ચેલેન્જ હતી.

અમિત ભટ્ટે આ ચેલેન્જ ઉપાડી લીધી હતી. તેમને પછી આ ડોસાનો રોલ કરવાની મજા પડી ગઈ હતી. તેમને બાળકો સાથે રમવાની અને સીરિયલમાં બધાને ધમકાવવા ગમે છે.

સીરિયલમાં અમિત ભટ્ટના વાળ નથી. શરૂઆતમાં અમિત ભટ્ટ સીરિયલ માટે દર બે દિવસે મુંડન કરાવતા હતાં. તેમને સીરિયલ માટે 250 વાર માથું મુંડન કરાવ્યું હતું. જોકે, પછીથી અસિત મોદીએ ચંપકદાદા માટે સ્પેશિયલ વિગ બનાવડાવી હતી. તેને કારણે હવે તેમને વાળ શેવ કરાવવામાંથી રાહત મળી ગઈ હતી.

અમિત ભટ્ટને જોડિયા દીકરા દીપ તથા દેવ છે. આમાં દેવ ટિકટોકમાં ઘણો જ લોકપ્રિય છે. તે નિયમિત રીતે ટિકટોક પર વીડિયો શૅર કરતો રહે છે. આટલું જ નહીં દેવ-દીપ ફિટનેસને લઈ પણ ઘણાં જ સજાગ છે. તે ફિટનેસની તસવીરો શૅર કરતો હોય છે.

વાત દીપની કરવામાં આવે તો તે પણ ટિકટોક પર વીડિયો મૂકતો હોય છે પરંતુ તે ભાઈ દીપની જેટલો એક્ટિવ નથી. બંને ભાઈઓ સીરિયલમાં એક સીનમાં પણ જોવા મળ્યાં હતાં.

You cannot copy content of this page