Only Gujarat

Bollywood

બ્લેક ટીશર્ટમાં ‘મસ્તાની’ની કામણગારી અદા, જોવા મળ્યો લટકાળો અંદાજ

દીપિકા પાદુકોણ અને સિદ્ધાંત ચતુર્વેદી રોમેન્ટિક કૉમેડીમાં સાથે જોવા મળશે. બંને ફિલ્મના શૂટિંગને લીધે ઘીણીવાર ચર્ચામાં રહે છે. ફિલ્મમાં દીપિકા પાદુકોણ અને સિદ્ધાંત ચતુર્વેદી સાથે અનન્યા પાંડે પણ જોવા મળશે. ફિલ્મનું શૂટિંગ અત્યારે ઝડપી કરવામાં આવી રહ્યું છે. રવિવારે દીપિકા પાદુકોણ અને સિદ્ધાંત ચતુર્વેદી મુંબઈથી અલીબાગ માટે રવાના થયાં હતાં.

ફિલ્મમાં દીપિકા પાદુકોણ અને સિદ્ધાંત ચતુર્વેદી સાથે અનન્યા પાંડે પણ જોવા મળશે. ફિલ્મનું શૂટિંગ અત્યારે ઝડપી કરવામાં આવી રહ્યું છે. રવિવારે દીપિકા પાદુકોણ અને સિદ્ધાંત ચતુર્વેદી મુંબઈથી અલીબાગ માટે રવાના થયાં હતાં.

હાલમાં જ અલીબાગથી દીપિકા અને સિદ્ધાંત પોતાની ફિલ્મનું શૂટિંગ પુરું કરી મુંબઈ પાછા આવ્યાં છે. મુંબઈના એરપોર્ટ પર દીપિકા અને સિદ્ધાંત એક સાથે સ્પૉટ થયાં હતાં.

સિદ્ધાંત, દીપિકા અને અનન્યાની આ ફિલ્મનું નામ અત્યાર સુધી સામે આવ્યું નથી. આ ફિલ્મને શકુન બત્રા ડિરેક્ટ કરી રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે, આ ફિલ્મના પહેલાં શેડ્યુલનું શૂટિંગ ગોવામાં થયું હતું. પહેલું શેડ્યુલ પુરું કર્યાં પછી ટીમે દીવાળી પર એક સેલિબ્રેશન પણ કર્યું હતું.

ફોટોમાં દીપિકાએ બ્લેક ટૉપ સાથે ડેનિમ લૂઝ પેન્ટને કેરી કર્યું છે અને સાથે જ કોરોના મહામારીને લીધે તેમને માસ્ક પણ પહેર્યું છે.

વર્કફ્રન્ટની વાત કરીએ તો દીપિકા પોતાની અપકમિંગ ફિલ્મ ‘83’માં તેમના પતિ રણવીર સિંહ સાથે જોવા મળશે.

તો સિદ્ધાંત ચતુર્વેદી ‘બંટી ઔર બબલી 2’માં જોવા મળશે.

You cannot copy content of this page