Only Gujarat

Bollywood

મેકઅપ કરાવતી વખતે સારા અલી ખાનના ચહેરા નજીક જ ફૂટ્યો બલ્બ પછી….

મુંબઇ : સારા અલી ખાન હાલ વિક્કી કૌશલ સાથે આગામી ફિલ્મનું શૂટિંગ મધ્યપ્રદેશના ઇંદોરમાં કરી રહી છે. તેવામાં સારા શૂટિંગ માટે મેકઅપ કરાવતી હતી ત્યારે તેના સાથે એક ગંભીર અકસ્માત થતા રહી ગયો છે. જેનો વીડિયો સોશયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

વીડિયોમાં જોવા મળે છે કે, સારા મેકઅપ કરાવતી હતી ત્યારે અચાનક જ એક બલ્બ ફૂટતો ફૂટતા તેના ચહેરા પાસે આવી જાય છે, અને સારા ચીસ પાડીને ત્યાંથી ખસી જાય છે. જોકે સારાને બિલકુલ ઇજા થઇ નથી.

સારા હાલ ફિલ્મ લુકા છુપી ટુનું શૂટિંગ કરી રહી છે. થોડા દિવસો પહેલા તેની અને વિક્કી કૌશલની તસવીરો સેટ પરથી લીક થઇ હતી. જેમાં વિક્કી કૌશલ બાઇક ચલાવી રહ્યો હોય છે અને સારા તેની પાછલ બેઠેલી જોવા મળી હતી.

સારા અલી ખાન અને વિક્કી કૌશલે રવિવારે મધ્ય પ્રદેશના મહેશ્વર ખાતે નર્મદા નદીના કિનારે હળવાશનો સમય વિતાવ્યો હતો. બંને કલાકારો હાલ મધ્ય પ્રદેશમાં એક ફિલ્મ માટે શૂટિંગ કરી રહ્યા છે. સારાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર નર્મદા નદીના મહેશ્વર ઘાટ પર પોતાની જાત સાથે જે સમય વિતાવ્યો હતો તેના ફોટોઝ શેર કર્યા હતા. ફોટોમાં સારા લવેન્ડર કલરના શરારામાં ખૂબ જ ક્લાસી અને એલીગન્ટ દેખાઈ રહી હતી. તેણે પોતાના વાળ પણ ખુલ્લા રાખ્યા હતા અને સાવ હળવો મેકઅપ કરેલો હતો. એક ફોટોમાં તે બોટમાં ફોટો ક્લિક કરાવવા માટે સ્માઈલ આપતી જોવા મળી રહી છે.

You cannot copy content of this page