Only Gujarat

Bollywood TOP STORIES

76ની ઉંમરમાં પણ અમિતાભ બચ્ચન જે રીતે કરે છે કામ, જાણીને થઈ જશો છક એ નક્કી

મુંબઈઃ 76 વર્ષેય અમિતાભ બચ્ચન જે જુસ્સા અને સ્ફૂર્તિ સાથે કામ કરે છે, તે જોઈને સાચે જ નવાઈ લાગે. આ ઉંમરે તો સામાન્ય વ્યક્તિ ઘરની બહાર પણ નીકળતો ના હોય અને ઘરમાં બેસી રહેતો હોય. જોકે, અમિતાભ આમાં અપવાદ છે. તેઓ અનેક બીમારીનો ભોગ બન્યો હોવા છતાંય ચહેરા પર કંટાળાનો ભાવ લાવતા નથી અને બસ પોતાની જાતને સતત બિઝી રાખે છે. નોંધનીય છે કે અમિતાભ બચ્ચન ટ્વિટર, ફેસબુક તથા બ્લોગ જાતે લખે છે. બ્લોગ લખતા ઘણીવાર બિગ બીને રાતના 1 વાગી જાય છે અને પછી સવારે શૂટિંગ હોય છે પરંતુ તેઓ સહેજ પણ આળસ કર્યાં વગર બ્લોગ જાતે જ લખે છે અને બીજા દિવસે શૂટિંગ પર સમયસર પહોંચી જાય છે.


પીઠમાં દુખાવો હતો તેથી રવિવારે મળી ના શક્યાઃ અમિતાભ દર રવિવારે જલસા બંગલાની બહાર સાંજે ચાહકોનું અભિવાદન કરતા હોય છે અને કેટલાંક ચાહકોને અંગત રીતે મળતા પણ હોય છે. જોકે, આ રવિવારે (2 ફેબ્રુઆરી) અમિતાભ બચ્ચનને બેકમાં બહુ જ દુખાવો થતો હતો અને જૂનો દુખાવો પણ ઉપડ્યો હતો. ઉંમર વધવાની સાથે હાડકા નબળાં પડતા જાય તે સ્વાભાવિક છે. આથી જ અમિતાભે આરામ કર્યો હતો અને ચાહકોને મળી શક્યા નહોતાં.

સવારે ગોવામાં, સાંજે મુંબઈમાં: સોમવારે (3 ફેબ્રુઆરી) અમિતાભ બચ્ચન ઈન્ટરનેશનલ એડ એજન્સીના હેડ પિયુષે ગોવામાં એક કોન્ફરન્સ યોજી હતી. પિયુષ અને અમિતાભ ગાઢ ફ્રેન્ડ છે. આથી અમિતાભ બચ્ચન દુખાવાની પરવા કર્યાં વગર ગોવામાં ગયા હતાં. તેઓ સવારે ગોવા ગયા અને કોન્ફરન્સમાં હાજરી આપીને સાંજે મુંબઈ પરત ફર્યાં હતાં.


ચાર્ટર પ્લેનમાં સ્પીચ મોઢે કરીઃ અમિતાભ બચ્ચને રિસર્ચ ટીમ પાસે કોન્ફરન્સમાં શું બોલવાનું છે, તેને લઈને પહેલેથી જ ડ્રાફ્ટ તૈયાર કરાવી દીધો હતો. આ ડ્રાફ્ટ અમિતાભ બચ્ચન ચાર્ટર પ્લેનમાં બેસીને વાચ્યો હતો.


સાંજે દિવ્યાંગ બાળકને મળ્યા: અમિતાભ બચ્ચન ગોવાથી પરત ફરીને સાંજે મધ્ય પ્રદેશના એક દિવ્યાંગ બાળકને મળ્યા હતાં. આ દિવ્યાંગ બાળકને હાથ નથી અને તેણે પગથી અમિતાભનું પેઈન્ટિંગ ડ્રો કર્યું હતું. અમિતાભે આ પેઈન્ટિંગ 50 હજાર રૂપિયામાં ખરીદ્યું હતું.


પછી લગ્નમાં ગયા: ત્રણ ફેબ્રુઆરીના રોજ બિગ બીની દીકરી શ્વેતાના માસાજી રીમા જૈનના દીકરા અરમાન જૈનના લગ્ન હતાં. અરમાન કપૂર પરિવારનો ભાણેજ છે. અમિતાભ સહપરિવાર આ લગ્નમાં હાજર રહ્યાં હતાં. દીકરીના સાસરે અમિતાભે પોતાની તમામ પીડા ભૂલાવીને વિન્રમતાથી બે હાથ જોડીને તમામને નમસ્કાર કર્યાં હતાં.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page