Only Gujarat

National

ચાલીને જતી યુવતીઓના શરીર પર હાથ પણ ફેરવતો, સીસીટીવી જોઈને પોલીસ પણ ચોંકી

મુંબઈ: માયાનગરી મુંબઈમાં એક શરમજનક કિસ્સો બહાર આવ્યો છે. મુંબઈના માટુંગા રેલ્વે સ્ટેશનના એક સીસીટીવી ફુટેજ વાઈરલ થઈ રહ્યા છે. જેમાં સુમસામ ફુટ ઓવર બ્રિઝ પર એક યુવક ચાલીને જતી યુવતીઓને કીસ કરીને ભાગી જતો દેખાય છે. સીસીટીવી 25 જાન્યુઆરીના છે. સીસીટીવી વાઈરલ થતાં સ્થાનિકોમાં ખળભળાટ મચી ગયો હતો. પોલીસે આ આરોપીની ચોરીના કેસમાં ધરપકડ કરી છે. જોકે છેડતી અંગે કોઈ મહિલા હજી સુધી ફરિયાદ કરવા આગળ આવી નથી અને પોલીસને તેની રાહ છે.

મુંબઈના માટુંગા રેલ્વે સ્ટેશન પર આરોપી યુવક રાજીઉર ખાન બ્રિઝ પર ચાલીને જતી યુવતીઓની છેડતી કરતો હતો. યુવક અચાનક આવીને છોકરીઓને કીસ કરને ભાગી જતો હતો. આ અંગે એક યુવતીએ પોલીસને મૌખિક જાણ કરી હતી. જેના આધારે પોલીસે બ્રિઝ પરના સીસીટીવી ફૂટેડ તપાસ્યા હતા.

સીસીટીવી જોઈને આરોપીની વિકૃતિ જોઈને પોલીસ પણ દંગ રહી ગઈ હતી. પોલીસે આરોપીને ઓળખી લીધો હતો. આરોપીનું નામ રાજીઉર ખાન છે. જે એન્ટોપ હિલનો રહેવાશી છે. સીસીટીવીના આધારે પોલીસે ખિસ્તા કાતરુ રાજીઉર ખાનને દબોચી લીધો હતો.

પૂછપરછ કરતાં રાજીઉરે પોતાનો ચોરીનો ગુનો કબૂલી લીધો હતો. જોકે છેડતી અંગે હજી સુધી કોઈ યુવતીએ ફરિયાદ ન નોંધાવતા છેડતીનો કેસ હજી સુધી નોંધાયો નથી.

આ અગાઉ પણ યુવક અવાર-નવાર યુવતીઓની છેડતી કરતો હોવાનું ધ્યાને આવ્યું છે. જેના સીસીટીવી પણ બહાર આવ્યા છે.

મીડિયા રિપોર્ટ મુજબ આ વિકૃત શખ્સે જાહેરમાં હસ્તમૈથુન માટે પેન્ટ ખોલ્યું હોવાના સીસીટીવી પણ સામે આવ્યા છે. પોલીસે માટુંગા રેલ્વે સ્ટેશનના બ્રિઝ પર સુરક્ષા વધારી દીધી છે.

You cannot copy content of this page