Only Gujarat

Bollywood TOP STORIES

એક સમયે આ એક્ટ્રેસ કાતિલ અદાથી ચલાવતી પોતાનો જાદુ, આજે થઈ ગઈ સાવ આવી

મુંબઈઃ બોલિવૂડમાં દરરોજ સ્ટારના નસીબ બદલાતા રહે છે. એક ફિલ્મ રાતો-રાત સ્ટાર બનાવી દે છે અને ફિલ્મ ફ્લોપ થઈ જાય તો કરિયર પર મોટી અસર થાય છે. વર્ષ 2005માં ફિલ્મ ‘સરકાર’થી ડેબ્યુ કરનારી પ્રિયંકા કોઠારીનું નસીબ બદલાયું અને તેમને લોકોએ પૂછવાનું પણ બંધ કરી દીધું. ‘જેમ્સ’ અને ‘ધ કિલર’ જેવી ફિલ્મોમાં લીડ રોલ પ્લે કરનારી પ્રિયંકા આજે ફિલ્મી પડદાંથી દૂર થઈ ગઈ છે.

પ્રિયંકા કોઠારીનું સાચુ નામ નિશા કોઠારી છે. તેમનો જન્મ 30 નવેમ્બર 1983માં પશ્ચિમ બંગાળમાં થયો હતો. ‘ચઢતી જવાની મેરી ચાલ મસ્તાની’ના રિમિક્સ ગીતથી પ્રિયંકાને સારી ઓળખ મળી હતી. આર માધવનને લીધે તેમણે વર્ષ 2003માં તમિલ ફિલ્મ ‘જય જય’માં બ્રેક મળ્યો હતો.

હિન્દી ફિલ્મોમાં તેમને રામ ગોપાલ વર્માએ પહેલો બ્રેક આપ્યો હતો. તે ‘શિવા’, ‘ડરના જરૂરી હૈ’, ‘ગો’, ‘ડાર્લિંગ’, ‘આગ’, ‘અજ્ઞાત’, ‘બિન બુલાયે બારાતી’ સહિતની ફિલ્મોમાં જોવા મળી હતી. આ ઉપરાંત તેમણે ઘણી તમિલ અને તેલુગુ ફિલ્મોમાં કામ કર્યું પણ, તેમને આમાં કોઈ ખાસ ઓળખ મળી નહીં.

વર્ષ 2016માં પ્રિયંકાએ દિલ્હીના એક બિઝનેસમેન સાથે લગ્ન કરી લીધા હતાં. લગ્ન પછી તેમને પોતાનું નામ ફરી એકવાર અંજલિ વર્મા કરી લીધું હતું. થોડાં દિવસો પહેલાં જ્યારે તે દિલ્હીમાં થયેલાં સેલેબ્રિટી સૉકર મેચમાં જોવા મળી તો લોકોને વિશ્વાસ થયો નહીં. ક્યારેક સ્લિમ દેખાતી નિશાનું વજન ખૂબ જ વધી ગયું હતું.

પ્રિયંકા છેલ્લીવાર વર્ષ 2016માં ફિલ્મ ‘બુલેટ રાજા’માં જોવા મળી હતી. આ ફિલ્મ કન્નડ અને તેલુગુ ભાષામાં રિલીઝ થઈ હતી. આ પછી તેમણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી દૂરી બનાવી લીધી હતી. અત્યારે તે ક્યારેક કોઈ કાર્યક્રમમાં જોવા મળે છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page