Only Gujarat

Bollywood

મોદી સરકારે PUBG પર મૂક્યો પ્રતિબંધ ને આ એક્ટ્રેસ ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગી!

મુંબઈઃ ચાઈનીઝ એપ્સની સામે સરકારે મોટી કાર્યવાહી કરતા લોકોમાં પોપ્યુલર PUBG સહિત કુલ 118 એપ્સને બૅન કરી દીધી છે. આ સમાચારથી દેશના યુવાનો માટે દુઃખદ હોય શકે છે, પરંતુ આ નિર્ણય ચીનને સબક શિખવવા માટે લેવામાં આવ્યો છે. લોકો માટે તે દુઃખદ હોય શકે છે કારણ કે લૉકડાઉનમાં મિત્રો સાથે જોડાયેલા રહેવા માટે PUBGનો ઉપયોગ કરતા હતા.

એવામાં ભોજપુરી સેલેબ્સ પણ PUBG બૅન થતા પોતાનું રિએક્શન આપી રહ્યા છે. PUBG બૅન થતા ભોજપુરી એક્ટ્રેસ રાની ચેટર્જીએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરીને દુઃખ વ્યક્ત કર્યું છે. સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા વીડિયોમાં રાની મજેદાર રીતે રડતી જોઈ શકાય છે. વીડિયોમાં તે પહેલા ગ્લિસરીન માગીને રડવાનો ડ્રામા કરતી જોવા મળી રહી છે.

જે બાદ વીડિયોમાં રાની કહેતી નજર આવી રહી છે કે, મને એ લોકો સાથે સહાનુભૂતિ છે, જેમને PUBG બૅન થવાની દુઃખ થયું છે. એટલું જ નહીં તે કહે છે કે, હું તમને કહી નથી શકતી કે હું કેટલી દુઃખી છું. એમ કહીને તે રડવાનું નાટક કરવા લાગે છે.

જો રાનીના વર્કફ્રંટની વાત કરીએ તો તે ફિલ્મોથી દૂર છે. પરંતુ હવે તે એક્ટર ગૌરવ ઝાની સાથે ફિલ્મ ‘લેડી સિંઘમ’થી કમબેક કરવાની છે. ‘લેડી સિંઘમ’માં રાની ચેટર્જી સાથે શક્તિ કપૂર પણ જોવા મળશે, જેમાં તે ખલનાયકની ભૂમિકામાં હશે. મેકર્સે હજી સુધી તેની રિલીઝ ડેટની જાહેરાત નથી કરી.

You cannot copy content of this page