રોજ માત્ર પાંચ મિનિટ કરો આ કામ, પેટ, કમરની ચરબી માખણની જેમ ઓગળશે

અમદાવાદઃ વધેલું પેટ હોય એ કોઈને ગમે નહીં તે સ્વાભાવિક છે. પેટ ઓછું કરવામાં ઘણી જ મહેનત લાગે છે પરંતુ જો તમે યોગ્ય ડાયટ લો તો ઓછા દિવસોમાં પેટ ઘટી ડાય છે. કેટલાંક લોકો રોજ જીમમાં જઈને વર્કઆઉટ કરતા હોય છે પરંતુ વજન બિલકુલ ઘટતું નથી. આજે અમે એક એવો ઉપાય બતાવીશું, જેનાથી વજન તરત જ ઉતરશે.

આ ચૂર્ણ તમારે એકવાર બનાવ્યા બાદ 15-20 દિવસ ચાલશે. આ ચૂર્ણથી ચરબી ઘટવાનું શરૂ થશે. રોજ એક ચમચી ગરમ પાણીમાં આ ચૂર્ણ નાખીને પીવું. ટેસ્ટ માટે તમે લીબું તથા મધ ઉમેરી શકો છો.

ચૂર્ણ તૈયાર કરવાની સામગ્રીઃ

  1. અળસી (અડધી વાટકી)
  2. જીરુ (અડધી વાટકી)
  3. અજમો (અડધી વાટકી)

રીતઃસૌ પહેલાં અળસીને કઢાઈમાં ધીમા આંચ પર શેકી લો. ત્યારબાદ જીરુ તથા અજમો શેકો. હવે મિક્સરમાં આ ત્રણેય એક સાથે ક્રશ કરો. તૈયાર છે ચૂર્ણ.

ઉપયોગઃ રોજ સવારે એક ચમચી ખાલી પેટ ગરમ પાણી સાથે આ ચૂર્ણ લેવું. એક કલાક સુધી કંઈ ખાવાનું નહીં. આ ચૂર્ણ ઈમ્યૂન સિસ્ટમને બૂસ્ટ કરશે, જેથી વજન ઝડપથી ઘટશે અને ચરબી ઓગળી જશે.

You cannot copy content of this page