Only Gujarat

Gujarat TOP STORIES

રાજકોટમાં ST બસ અને કાર વચ્ચે ધડાકાભેર અકસ્માત, 3 વિદ્યાર્થીઓનાં ઘટનાસ્થળે મોત

રાજકોટ કાલાવડ રોડ પર મેટોડા GIDC નજીક ગંભીર અકસ્માત સર્જાયો છે. જેમાં ST બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા 3 લોકોના મોત નિપજ્યા છે જ્યારે બે લોકો ગંભીર રીતે ઘાયલ થતા તેને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે મૃતકો પારૂલ યુનિવર્સીટી સંચાલીત રાજકોટના ગોંડલ રોડ પર આવેલી હોમિયોપેથી મેડિકલ કોલેજના સ્ટુડન્ટ હતા. મૃતક નિશાંત દાવડા,આદર્શ ગોસ્વામી અને ધાગધરીયા ફોરમ ખીરસરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની વિઝીટ માં ગયા હતા

પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ કાલાવડ રોડ હાઇવે પર મેટોડા GIDC નજીક બપોરના 1 વાગ્યા આસપાસ ST બસ અને મોટર કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં કુલ 3 લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે કે 2 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવા આવ્યા હતા.

અકસ્માત કેટલો ગંભીર છે તે દ્રશ્યો પરથી જ જોઇ શકાય તેમ છે. કારણ કે ST બસ અને કાર વચ્ચે અકસ્માત થતા કાર બસની આગળના ભાગમાં અંદર ઘુસી ગઇ હતી જેને બહાર કાઢવા માટે JCBની મદદ લેવી પડી હતી અને JCBની મદદથી કારને બસ નીચેથી બહાર કાઢી મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા.

રાજકોટ થી રજૂણાની ST બસ કાલાવડ તરફ જતી આ સામે પુરપાટ ઝડપે GJ-03-KC-8475 નંબર ની સફેદ કલરની હોન્ડા અમેઝ કાર બસ સાથે અથડાઇ હતી અને કારની ઝડપ વધુ હોવાના કારણે તે બસની નીચેના ભાગમાં ઘુસી ગઇ હતી.

જેના કારણે કારમાં સવાર કાર ચાલક સહિત 3 લોકોના મોત નિપજ્યા હોવાનું સામે આવ્યું છે. ત્યારે અકસ્માત પગલે હાઇવે પર એક તરફ રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અને પોલીસ સ્થળ પર પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

You cannot copy content of this page