Only Gujarat

National

દીકરો-વહુ મારતા હતા મા-બાપને, કમિશ્નરે જાતે કર્યું એવું કામ કે ચારેબાજુ થઈ રહ્યા છે વખાણ

કાનપુરઃ ઉત્તર પ્રદેશના કાનપુરના પોલીસ કમિશ્નર અસીમ અરૂણની સો.મીડિયામાં વખાણ થઈ રહ્યા છે. આ પાછળનું કારણ છે કે વૃદ્ધ દંપતિની મદદ માટે જાતે ફીલ્ડમાં ઉતરવું. શહેરમાં રહેતા એક વૃદ્ધ દંપતિનો આરોપ હતો કે તેમના દીકરા-વહુએ તેમને ઘરમાંથી બહાર કાઢી મૂક્યા છે. પોલીસના ચક્કર કાપ્યા બાદ વૃદ્ધ દંપતિ પોલીસ કમિશ્નર અસીમ અરૂણ પાસે આવ્યું હતું. કમિશ્નરે પૂરી વાત સાંભળી અને દંપતિને સાથે લઈ તેમના ઘરે ગયા હતા. અહીંયા માત્ર દંપતિને ઘરમાં રહેવાનું જ ના કહ્યું, પરંતુ વહુ-દીકરાને સજા પમ આપી.

આ ઘટનાનો વીડિયો વાઈરલ થયો છે. કાનપુરના જે કે કોલોનીમાં રહેતા દંપતિ અને દીકરા-વહુ વચ્ચે ઝઘડો થયો હતો. આ વાત 2 મહિના પહેલાની છે. આરોપ છે કે તે સમયે દીકરા-વહુએ દંપતિને માર માર્યો હતો. સૂત્રોના મતે, સાત દિવસ પહેલાં ફરી એકવાર દીકરા-વહુએ દંપતિ સાથે મારપીટ કરી હતી. આ વખતે વૃદ્ધ પિતાએ ચકેરી પોલીસ સ્ટેશનમાં દીકરા ને વહુ વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી હતી. જોકે, દીકરા-વહુની હરકતો બંધ થઈ નહોતી. હેરાનગતિને કારણે દંપતિએ પોલીસ સ્ટેશન તથા ડીસીપી ઇસ્ટમાં ફરિયાદ કરી હતી, પરંતુ કંઈ સમાધાન થયું નહીં.

કમિશ્નરે ઘરમાં એન્ટ્રી કરાવીઃ વૃદ્ધ દંપતિનો આરોપ છે કે થોડાં દિવસ પહેલાં દીકરા-વહુએ મારપીટ કરીને તેમને ઘરની બહાર કાઢી મૂક્યા હતા અન તેમનો સામાન રૂમમાં બંધ કરીને તાળું મારી દીધું હતું. ત્યારબાદ વૃદ્ધ દંપતિ પોલીસ કમિશ્નરની ઓફિસ ગયા હતા. 31 જુલાઈના રોજ પોલીસ કમિશ્નરે અસીમ અરૂણે બંનેને કેમ્પ કાર્યાલય બોલાવ્યા હતા. કમિશ્નર વૃદ્ધ દંપતિની સાથે ઘરે ગયા હતા. તેમની હાજરીમાં તેમના રૂમનું તાળું ખોલાવ્યું હતું. વૃદ્ધ દંપતિ સાથે મારપી કરવાના આરોપમાં દીકરા-વહુને જેલ મોકલી દીધા હતા. દંપતિને ઘરમાં પ્રવેશ કરાવ્યા બાદ અસીમ અરુણે કહ્યું હતું કે તમે હવે આરામથી રહો, પરંતુ તમારા દીકરા-વહુએ જે કર્યું છે તેની સજા તેમને જરૂરથી મળશે.

કોર્ટે બંનેને જેલમાં ધકેલ્યાઃ ચકેરી પોલીસે દીકરા-વહુ વિરુદ્ધ શાંતિભંગની કલમ હેઠળ કાર્યવાહી કરી હતી. 1 ઓગસ્ટના રોજ તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને કોર્ટે તેમને 3 દિવસ જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા હતા.

પોલીસ કમિશ્નર અસીમ અરૂણે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે જેમને પાળી પોસીને મોટા કર્યા હોય, તેમની સાથે મારપીટ કરવી અને તેમને ઘરની બહાર કાઢી મૂકનારા માટે આ એક બોધપાઠ છે. દીકરા-વહુ વિરુદ્ધ પહેલાં પણ એક કેસ કરવામાં આવ્યો હતો, પરંતુ તેઓ સુધર્યા નહીં. તેથી તેમને શાંતિભંગની કલમ હેઠળ જેલ મોકલવામાં આવ્યા છે. જો ક્યાંય પણ આ પ્રકારની ફરિયાદ મળે છે તો આરોપીઓ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં દીકરો-વહુ જેલમાં છે અને સો.મીડિયામાં પોલીસ કમિશ્નરના વખાણ કરવામાં આવી રહ્યા છે.

You cannot copy content of this page