Only Gujarat

FEATURED National

ભઈલાના છેલ્લી વખત દર્શન કરવા તલસી રહે છે બહેન, હાજર સૌની આંખો થઈ ગઈ ભીની

કાનપુરના બર્રામાં રહેતા લેબ ટેક્નિશિયન સંજીત યાદવ અપહરણકાંડમાં 31માં દિવસે ખુલાસો થયો છે. સંજીતની હત્યા કરી મૃતદેહને નદીમાં ફેંકી દેવામાં આવ્યો છે. પોલીસે આ મામલે સંજીતના ચાર મિત્રો સહિત પાંચા આરોપીઓની ધરપકડ કરી લીધી છે પરંતુ હજુ સુધી મૃતદેહ મળ્યો નથી. સંજીતની હત્યાના સમાચાર સાંભળતા જ પરિવાર આઘાતમાં સરી પડ્યો છે. સંજીતની એકમાત્ર બહેન રુચી સૌથી વધુ આઘાતમાં છે. શુક્રવાર બપોરે તે એવું કહી ધ્રૂસકે ધ્રૂસકે રડી પડી કે એક વખત મારા ભૈયાને દેખાડો, હું તેના હાથ પર છેલ્લીવાર રાખડી બાંધી લઉં. રુચીની વાત સાંભળી ત્યાં હાજર તમામ લોકોની આંખમાં પાણી આવી ગયા.

કાનપુરમાં લેબ ટેક્નિશિયન સંજીત યાદવના કિડનેપિંગ બાદ મર્ડરનો ખુલાસો પોલીસે 32માં દિવસે જ કરી લીધો છે. એક મહિના પહેલા લેબ ટેક્નિશિયન સંજીત યાદવનું અપહરણ તેના જ મિત્રોએ કર્યું હતું. ગુરુવારે આ મામલામાં બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ થયેલા આરોપીઓએ પોલીસને જણાવ્યું કે તેઓએ અપહરણના ચાર દિવસ બાદ જ સંજીતની હત્યા કરી હતી અને લાશને પાંડુ નદીમાં ફેંકી દીધો હતો. લેબ ટેક્નિશિયન સંજીતના પરિવારે આરોપ લગાવ્યો કે તેઓએ પોલીસની જાણકારીમાં અપહરણકર્તાઓને ત્રીસ લાખની સોપારી આપીર પરંતુ તેમ છતા પણ તેનો પુત્ર બચ્યો નહીં. ત્યારબાદ સરકારે આ વાગની ગંભરતાથી નોંધ લીધી અને IPS અપર્ણા ગુપ્તા સહિત 11 લોકોને સસ્પેન્ડ કરી દીધા છે.

લેબ ટેક્નિશિયન સંજીત યાદવની બહેન રુચી સતત ભાઇની રાહ જોઇ રહી હતી અને ધ્રૂસકે ને ધ્રૂસકે રડતા રડતા જણાવ્યું કે તેના જરૂર ગાયબ હતા દિલમાં ડર હતો પરંતુ એ ભરોસો હતો કે તે રક્ષાબંધન સુધીમાં જરૂર પરત આવી જશે. તે પોલીસ અધિકારીઓને બાર બાર પૂછી રહી હતી કે શું રક્ષાબંધન સુધી ભૈયાને છોડી લેવામાં આવશે પરંતુ પોલીસ તેને ગોળગોળ જવાબ આપવા સિવાય કંઇ જ ન કરી શકી.

સંજીતના પરિવારજનોનું કહેવું છે કે તેઓએ ઘર, ઘરેણા વેંચ્યા અને પુત્રીના લગ્ન માટે જમા કરેલા પૈસા ભેગા કરી 30 લાખ રૂપિયા એકત્રિત કર્યા હતા. 13 જુલાઇએ પોલીસની સાથે અપહરણકર્તાઓને પૈસા આપવામાં આવ્યા. અપહરણકર્તા પોલીસની સામે જ 30 લાખ રૂપિયા લઇ જતા રહ્યાં. ત્યારબાદ પણ પુત્ર ન મળ્યો તો પરિવારજનોએ પોલીસ પર પણ ગંભીર આરોપ લગાવ્યા હતા. આ ઘટના બાદ એસએસપીએ બર્રા ઇન્સ્પેક્ટર રણજીત રોયને સસ્પેન્ડ કરી દીધા હતા.

મામલામાં યોગી સરકાર એક્શન મોડમાં આવી ગઇ. એક મહિના સુધી આ મામલાની ઉંડાણપૂર્વક તપાસ કરવા તથા સોપારીના આરોપ બાદ કાનપુરના એએસપી આઇપીએસ અપર્ણા ગુપ્તાને સસ્પેન્ડ કરવામાં આવી. આ સિવાય અપહરણ સમયે ડેપ્યુટી એસપી રહેલા મનોજ ગુપ્તા, ચૌકી ઇન્ચાર્જ રાજેશ કુમાર સહિત 5 અન્ય પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા. 6 સિપાહીને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ચોકી ઇન્ચાર્જ ચરણજીત રોય પહેલા જ સસ્પેન્ડ થઇ ચૂક્યા હતા.

પોલીસના જણાવ્યા પ્રમાણે સંજીતની સાથે એક લેબમાં કામ કરી ચૂકેલા તેના 2 મિત્ર 22 જુને તેને મળ્યા હતા. તે સંજીતને નજીક આવેલા ઢાબા પર ખાવા લઇ ગયા જ્યાં ત્રણેયે દારૂ પીધો. નશાની હાલતમાં સંજીતે મિત્રોને જણાવ્યું કે હું ખુદ પેથોલીજ ખોલવાનો છું તમામ તૈયારી કરી લીધી છે. સંજીતની વાત સાંભળ્યા બાદ તેનું ઢાબા પરથી જ અપહરણ કરવામાં આવ્યું. પનકીમાં રહેતા કુલદીપે સમગ્ર ષડયંત્ર રચ્યું હતું. જેમાં કુલદીપની ગર્લફ્રેન્ડ અને કુલદીપના મિત્રો જ્ઞાનેન્દ્ર, રામજી શુક્લા સહિત 3 અન્ય લોકો સામેલ હતા.

મિત્રોએ સંજીતની બાઇક રામાદેવીમાં ઝાડીઓ વચ્ચે છૂપાવી દીધી હતી. કુલદીપે પોતાની ગર્લફ્રેન્ડને પત્ની ગણાવી રતનલાલ નગરમાં ભાડે રૂમ લીધો હતો. સંજીતને રતનલાલ નગરમાં રાખવામાં આવ્યો હતો. સંજીતને ઉંઘ અને નશાના ઇન્જેક્શન આપવામાં આવતા હતા. અપહરણકર્તાઓએ ફિરોતી માગવા માટે્ સિમ કાર્ડ ખરીદ્યા હતા. સંજીત આરોપીઓને ઓળખતો હતો આથી પકડાઇ જવાના ડરથી તેઓએ 26 જુને જ તેની હત્યા કરાવી દીધી હતી. એસએસપી દિનેશ કુમારના જણાવ્યા પ્રમાણે સંજીતનું અપહરણ કરનારા તેના બે ખાસ મિત્રો જ હતા.

તંત્ર તરફથી એડીજી બીપી જોગદંડને સમગ્ર મામલાની તપાસ સોંપવામાં આવી છે. તે પરિવારના એ આરોપોની પણ તપાસ કરશે જેમાં પરિવારજનોએ કહ્યું હતું કે પોલીસની સામે જ 30 લાખ રૂપિયા ફિરોતી આપવામાં આવી હતી. એડીજીને તુરંત કાનપુર પહોંચવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page