Only Gujarat

Bollywood FEATURED

29 વર્ષ પહેલાં અચાનક બોલિવૂડમાંથી ગાયબ થઈ ગઈ હતી સલમાનની પહેલી હીરોઈન

મુંબઈઃ વિશ્વભરમાં કોરોના વાઇરસના કેસ સતત વધી રહ્યા છે. દેશમાં કોરોનાને લીધે અનેક ઉપાયો કરવામાં આવી રહ્યા છે. રિપોર્ટ્સ મુજબ, દેશમાં અનલૉક-1માં મોટાભાગની છૂટ આપવામાં આવી છે. અત્યારે સેલેબ્સ સાથે જોડાયેલા અનેક કિસ્સા, ફોટો અને વીડિયો સામે આવી રહ્યા છે. આ દરમિયાન સલમાન ખાનની પહેલી હીરોઈન રેનૂ આર્યા ચર્ચામાં છે. અમે તમને જણાવીએ કે અત્યારે રેનૂ આર્યા ક્યાં છે? અને શું કરે છે.

રેનૂ આર્યાએ સલમાન ખાનની ડેબ્યુ ફિલ્મ ‘બીવી હો તો એસી’માં કામ કર્યું હતું. સલમાન અને રેનૂની આ પહેલી ફિલ્મ હતી. આ ફિલ્મમાં રેખા અને ફારૂખ શેખ લીડ રોલમાં હતા. સલમાને ફિલ્મમાં રેખાના દિઅરનો રોલ કર્યો હતો.

‘બીવી હો તો એસી’ રેનૂની પહેલી ફિલ્મ હતી અને તે પછી તેમણે ‘બંજારણ’, ‘ચાંદની’, ‘સિંદૂર ઓર બંદૂક’, ‘આતિશબાજ’ જેવી ફિલ્મોમાં કામ કર્યું અને પછી તે ગાયબ થઈ ગઈ.

રેનૂ 1991માં આવેલી ફિલ્મ ‘બંજારણ’માં જોવા મળી હતી. આ ફિલ્મમાં શ્રી દેવી અને રિશી કપૂર લીડ રોલમાં હતાં. ઉલ્લેખનીય છે કે 29 વર્ષથી તે ક્યાં છે તે ખબર નથી.

રિપોર્ટ્સ મુજબ, રેનૂ અત્યારે હોમમેકર છે અને ઘર-પરિવાર સંભાળે છે. તેઓ લગ્ન પછી બાળકો અને ઘર સંભાળવા માટે ફિલ્મોથી દૂર થઈ ગયા હતાં.

રેનૂ તેમના લગ્ન જીવનમાં વ્યસ્ત છે અને તેમની બે દીકરી છે, જેમનું નામ સલોની અને દીયા છે. લગ્ન પછી હવે રેનૂ આર્યાથી રેનૂ સિંહ બની ગઈ છે.

રેનૂના ફેસબુક પ્રોફાઇલથી મળતી માહિતી મુજબ તે, અત્યારે નોઇડા રહે છે. તેમની બે દીકરીઓમાંથી એક દીકરી ગુરુગ્રામની એક માર્કેટિંગ કંપનીમાં કામ કરે છે.

રેનૂ લગબગ 29 વર્ષથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી દૂર છે અને તેમની લાઇફસ્ટાઇલમાં ઘણો બદલાવ આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, સલમાનને રેનૂ વિશે માહિતી નથી.

એક ઇન્ટર્વ્યૂમાં તેમણે રેનૂ અને ફિલ્મ ‘બિવી હો તો એસી’ વિશે વાત કરતાં કહ્યું હતું કે તે, ‘એકવાર તેમને ફ્લાઇટમાં મળ્યા હતાં. તે તેમનો ઓળખી શક્યા નહોતા.’

You cannot copy content of this page