Only Gujarat

National TOP STORIES

ગ્રાહક બનીને ગયા પોલીસ અધિકારી, અંદરનો રંગીન માહોલ જોઈને આંખો થઈ ગઈ પહોળી

ઉત્તરપ્રદેશમાં વધુ એક સેક્સ રેકેટનો પર્દાફાશ થયો છે. લોકડાઉનમાં પણ દેહવ્યાપારનો ધંધો ખુબ જ ફૂલ્યો ફાલ્યો છે. જો કે પોલીસની સતર્કતાને કારણે સેક્સ રેકેટ ચલાવતા લોકો જેલની હવા ખાય રહ્યાં છે. વારાણસીમાં સેક્સ રેકેટનો પર્દાફાશ થયો છે. આ કાર્યવાહી પાંડેયપુર-લાલપુર માર્ગ સ્થિત યશોદા નગર કોલોનીમાં કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ રેકેટનો પર્દાફાશ કરવા માટે ખુદ પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ ગ્રાહક બની ગયા હતા. પોલીસે બે મહિલા સહિત પાંચ લોકોની અટકાયત કરી છે તથા પુછપરછ સહિતની કાર્યાવાહી ચાલી રહી છે.

પોલીસને પાંડેયપુર-લાલપુર માર્ગ સ્થિત યશોદા નગર કોલોનીના એક મકાનમાં છેલ્લા કેટલાક દિવસોથી દેહવ્યાપાર ચાલતો હોવાની બાતમી મળી રહી હતી. 31 મે રવિવારના દિવસે પાંડેયપુર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ રાજકુમાર પાંડેય ગ્રાહક બની પહોંચ્યા હતા. જેવા તેઓ મકાનની અંદર પ્રવેશ કર્યો કે તેઓ પણ ચોંકી ગયા હતા. બાદમાં ઉચ્ચ અધિકારીઓને સમગ્ર મામલાની જાણ કરવામાં આવી હતી.

પોલીસે 2 મહિલાઓ તથા ત્રણ પુરુષોની અટકાયત કરી છે. કેન્ટ પોલીસ હવે સમગ્ર મામલે તપાસ કરી રહી છે. જેમ કે આ કૂટણખાનું કેટલા સમયથી ચાલી રહ્યું હતું અને તેને કોણ ચલાવતું હતું.

પ્રાથમિક પુછપરછમાં જાણવા મળ્યું કે મકાન સુજીત જાયસવાલનું છે જેમાં એક ડિવોર્સી અને અન્ય મહિલા ભાડે રહેતી હતી. અંદાજે એક વર્ષ પહેલા સુજીતની પત્નીનું મૃત્યુ થઇ ચૂક્યું હતું. તે પણ આ મકાનમાં રહેતો હતો.

You cannot copy content of this page