Only Gujarat

Bollywood FEATURED

લગ્નનાં વર્ષો બાદ પણ આ એક્ટ્રેસિસને નથી મળ્યું માતૃત્વનું સુખ, આ રીતે કરે છે ઓરતાં પૂરાં

સ્ત્રીના જીવનમાં તે પળ સૌથી વધારે સુખદ રહે છે, જ્યારે તે માં બને છે, પરંતુ ઘણી સ્ત્રીઓ આ સુખથી રહી જાય છે. આવી મહિલાઓમાં બોલિવૂડની કેટલીક એક્ટ્રેસિસનો પણ સમાવેશ થાય છે, જેઓ લગ્નનાં વર્ષો બાદ પણ માતા નથી બની શકી. પરંતુ તેમણે બીજાનાં કે સૌતેલાં બાળકોને ભરપૂર પ્રેમ કરી માતૃત્વનું સુખ મેળવ્યું છે. આજે અમે તમને આવી જ કેટલીક એક્ટ્રેસિસ વિશે જણાવી રહ્યા છીએ.

સૌથી પહેલું નામ આવે છે જયા પ્રદાનું. 80 ના દાયકામાં જયાએ શ્રીકાંત નહાટા સાથે લગ્ન કર્યાં, જે પહેલાંથી પરીણિત હતા. નહાટાએ જયાપ્રદા સાથે લગ્ન કરવા તેમની પહેલી પત્નીને ડિવોર્સ નહોંતા આપ્યા, તેમને ત્રણ બાળકો પણ છે. બંનેનાં લગ્નને 32 વર્ષ થઈ ગયાં છે.

બીજા નંબરે છે સાયરા બાનો. સાયરા અને દિલીપનો પ્રેમ તો જગ જાહેર છે. સાયરા તેના પતિ સાથે સારા-ખરાબ દરેક સમયે ઊભી રહી છે અને બીમારીમાં તેની સેવા પણ કરે છે. પોતાના સમયે સૌથી મોંઘી ગણાતી સાયરા બાનો લગ્નનાં આટલાં વર્ષો બાદ પણ માં બની નથી શકી.

જાવેદ અખ્તરની પત્ની શબાના આઝમીના લગ્ન 1994 માં થયાં હતાં. પરંતુ જાવેદ અખ્તરનાં પહેલાં લગ્ન હની સાથે થયાં હતાં. શબાના સાથે લગ્ન કર્યા પહેલા જાવેદે પહેલી પત્નીને ડીવોર્સ આપ્યા હતા. શબાનાનાં લગ્ન થયે ઘણાં વર્ષો થઈ ગયાં છતાં તે માં નથી બની શકી, પરંતુ તે ફરહાન અખ્તર અને જોયા અખ્તરને પોતાનાં બાળકો કરતાં પણ વધારે પ્રેમ કરે છે.

મિસ ઈન્ડિયા રહી ચૂકેલ બોલિવૂડ એક્ટ્રેસ સંગીતા બિજલાની બાળપણથી જ ગ્લેમરની દુનિયામાં આવી ગઈ હતી અને તેણે માત્ર 16 વર્ષની ઉંમરે જ મોડેલિંગ કરવાનું શરૂ કરી દીધું હતું. સન 1980 માં સંગીતાએ ફિલ્મી કરિયરની શરૂઅત કરી હતી. ત્યારબાદ તેના અને સલમાન ખાનના સંબંધો બહુ ચર્ચામાં રહ્યા, પરંતુ લગ્ન ન થઈ શક્યાં. ત્યારબાદ સંગીતાએ પૂર્વ ક્રિકેટર અને પોલિટિશિયન મોહમ્મદ અઝહરૂદ્દીન સાથે સાથે લગ્ન કર્યાં. બંનેના સંબંધો 16 વર્ષ ચાલ્યા. 2010 માં બંનેએ ડિવોર્સ લીધા અને બંને અલગ પડ્યા. બંનેને એકપણ બાળક નથી.

કિરણ ખેરનાં પહેલાં લગ્ન ગૌતમ બેદી સાથે થયાં હતાં અને તેમના દીકરાનું નામ સિકંદર છે અને ત્યારબાદ તેને અનુપમ ખેરના પ્રેમમાં પડી અને ગૌતમ સાથે ડિવોર્સ લીધા અને અનુપમ સાથે લગ્ન કર્યાં. ઉલ્લેખનિય છે કિરણના પહેલા લગ્નથી જન્મેલ સિકંદરને પણ અનુપમે જ પોતાનું નામ આપ્યું. કિરણ અને અનુપમને બીજું કોઇ બાળક નથી. તેમણે બીજા બાળક માટે પ્રયત્ન પણ નથી કર્યો.

આ એક્ટ્રેસિસને ભલે પોતાના બાળકનું સુખ મળ્યું ન હોય, પરંતુ તેમાંથી ઘણીએ સોતૈલાં બાળકોને બહુ પ્રેમ કર્યો છે. હેલન પણ આમાંની જ એક છે. હેલન અને સલીમ ખાને અર્પિતાને દત્તલ લીધી છે અને તેને ખૂબજ પ્રેમ કરે છે.

You cannot copy content of this page