Only Gujarat

Bollywood

સંબંધો તૂટ્યાં બાદ દીપિકા પાદુકોણ રણબીરને આપવા માગતી હતી કોન્ડોમનું પેકેટ, જાહેરમાં કહી હતી આ વાત

મુંબઈ: દેશ અને દુનિયામાં કોરોનાનો કહેર હજી ઓછો નથી થયો. રોજ હજારો લોકો તેની ઝપેટમાં આવી રહ્યા છે. આ વાયરસના કારણે જ દુનિયામાં અનેક લોકોના જીવ જઈ રહ્યા છે. ભારતમાં લૉકડાઉન બાદ અનલૉક 2 શરૂ થઈ ગયું છે. જેમાં લોકોને ઘરની બહાર નીકળવાની સુવિધા પણ આપવામાં આવી છે. સામાન્ય લોકોની જેમ સેલેબ્સ પણ જરૂર હોય તો જ ઘરની બહાર નીકળી રહ્યા છે. એવામાં સેલેબ્સ સાથે જોડાયેલા થ્રોબેક કિસ્સાઓ-કહાનીઓ અને ફોટોસ તેમજ વીડિયોઝ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ વચ્ચે દીપિકાનો એક જૂનો ઈન્ટરવ્યૂ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેણે રણબીરને એક એવી સલાહ આવી દીધી હતી, જે સાંભળીને સૌ કોઈ હેરાન રહી ગયા હતા.

દીપિકા કેટલાક વર્ષ પહેલા કરણ જોહરના ચેટ શોમાં પહોંચી હતી. અહીં તેણે પોતાની પર્સનલ લાઈફ અને રિલેશનશિપને લઈને ઘણી વાતો કરી હતી. આ દરમિયાન તેણે રણબીર કપૂરને લઈને કેટલાક ખુલાસાઓ પણ કર્યા હતા. શોમાં જ્યારે કરણે દીપિકાને પુછ્યું કે તે રણબીરને ગિફ્ટમાં શું આપશે? આ સવાલ પર તેણે કહ્યું હતું- હું રણબીરને એક કોન્ડોમનું પેકેટ ભેટ આપીશ. કારણ કે તે તેનો ઉપયોગ ખૂબ જ કરે છે. સાથે જ દીપિકાએ એવું પણ કહ્યું કે રણબીરે કોઈ કોન્ડોમ કંપનીની જાહેરાત કરવી જોઈએ.

જ્યારે આ વાત મીડિયામાં આવી હતી તો રણબીરના પિતા ઋષિ કપૂર ખૂબ જ નારાજ થયા હતા. એક ઈન્ટરવ્યૂમાં તેમણે આ નિવેદન પર રિએક્શન આપતા કહ્યું હતું કે- અભિનેત્રીએ આજના સમયમાં પોતાના કરિયર પર ધ્યાન આપવું જોઈએ. તેમણે કહ્યું હતું કે-આ શોમાં તેમને પિતાની ઉપલબ્ધિઓના કારણે બોલાવવામાં આવી હતી, કારણ કે તેણે પોતે અત્યાર સુધી કાંઈ જ હાંસિલ નથી કર્યું. ઉલ્લેખનીય છે કે ઋષિ કપૂરનું 30 એપ્રિલના રોજ નિધન થયું હતું.

જો કે, દીપિકાના નિવેદનને રણબીરે પોઝિટિવલી લીધું હતું. તેમણે કહ્યું હતું કે- તેણે સાચું કહ્યું. આપણા દેશે સેફ સેક્સ વિશે વિચારવું જોઈએ અને કોન્ડોમને લઈને જાગૃત હોવું જોઈએ. જેના માટે ધન્યવાદ. નોંધનીય છે કે એક સમયે દીપિકા, રણબીરને ચાહતી હતી. પરંતુ પ્રેમમાં તેને દગો મળ્યો. બંનેએ એકબીજાને લાંબા સમય સુધી ડેટ કર્યા બાદ 2010માં બ્રેકઅપ થયું હતું.

રણબીર સાથેના બ્રેકઅપ બાદ દીપિકા ડિપ્રેશનમાં જતી રહી હતી. તેણે કરિયરને ધ્યાનમાં રાખતા પોતાને તેમાંથી બહાર કાઢી. દીપિકાએ રણબીર સિંહ સાથે 2018માં ઈટલીમાં લગ્ન કર્યા હતા. તો, રણબીર આલિયા સાથે જલ્દી જ લગ્ન કરવાના છે.

You cannot copy content of this page