Only Gujarat

Bollywood FEATURED

‘મહાભારત’ની દ્રૌપદીએ સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાને ગણાવી હત્યા, CBI તપાસની કરી માગણી

મુંબઈઃ સુશાંત સિંહના મોતનું રહસ્ય વધુને વધુ ઘૂંટાઈ રહ્યું છે. એવામાં હવે તેના ફેન્સની સાથે સાથે ઍક્ટ્રેસની પણ માગણી છે કે તેના મોતનું સાચું કારણ સામે આવે. ટીવી શૉ ‘મહાભારત’માં દ્રૌપદીનું પાત્ર નિભાવનાર કલાકાર રૂપા ગાંગુલીએ ટ્વીટ કરેલો એક વીડિયો હાલ ચર્ચામાં છે, જેમાં તેમણે સુશાંત સિંહના મોતને લઈને અનેક સવાલો ઉભા કર્યા છે. સમગ્ર મામલે CBI તપાસની માગ કરી છે. રૂપા ગાંગુલી આ વીડિયોમાં આત્મહત્યાની વાતને નકારી રહી છે. અને સવાલ કર્યો છે કે આ કેસમાં CBI તપાસ ક્યારે શરૂ થશે?

સુશાંતના સોશિયલ મીડિયા એકાઉન્ટને લઈને તેને સવાલ ઉઠાવ્યા કે “શું એડ કરાઈ રહ્યું છે શું ડિલીટ થઈ રહ્યું છે કોઈને ખબર નથી. આ રીતે કેવી રીતે કોઈ તેનું એકાઉન્ટ ઓપરેટ કરી શકે? શું આ અકાઉન્ટ પોલીસ ઓપરેટ કરી રહી છે કે કોઇ બીજું? તેનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઓપરેટ થઈ રહ્યું છે કેવી રીતે? મેં પહેલા સંભાળ્યું હતું પણ વિશ્વાસ નહોતો થતો મેં સ્ક્રિન શોટ શોધ્યા અને કેટલાક સ્ક્રિન શોટ મે પણ લીધા, CBI તપાસ ન જાણે ક્યારે શરૂ થશે? જોકે, ત્યાં સુધીમાં બધા પુરાવા હટાવી લેવાશે?”રૂપા ગાંગુલીએ પોતાની આ પોસ્ટમાં પ્રધાનમંત્રી મોદી અને અમિત શાહને પણ ટેગ કર્યા છે.

ઉલ્લેખનીય છે કે સુશાંત સિંહે 14 જૂને આત્મહત્યા કરી હતી અને મુંબઈ પોલીસ તેની તપાસ કરી રહી છે. પણ એવી કેટલીક અફવાઓ ઉડી છે અને સોશિયલ મીડિયા પર એવા દાવાઓ થઇ રહ્યાં છે કે, સુશાંત સિંહે આત્મહત્યા નથી કરી પણ એની હત્યા કરાઈ છે.

કેટલીક સોશિયલ મીડિયા પોસ્ટમાં દાવો કરાઈ રહ્યો છે કે, સુશાંત સિંહે આત્મહત્યા કરી હતી. તે રૂમમાં કોઈ ટેબલ કે ખુરશી જેવી વસ્તુ ન્હોતી મળી.

તો કેટલીક પોસ્ટમાં એવો પણ દાવો કરાયો છે કે, સુશાંત સિંહની હત્યા બાદ દરવાજો બહારથી બંધ કરાયો હતો. જ્યારે ચાવી બનાવવા વાળાએ પોલીસને સ્પષ્ટ કહ્યું છે કે, સુશાંતનો દરવાજો અંદરથી લૉક કરેલો હતો.

You cannot copy content of this page