Only Gujarat

FEATURED National

10 વર્ષીય બાળકીને એક હાથ નથી છતાંય ના હારી હિંમત ને કોરોનાકાળમાં આ રીતે કરી રહી છે મદદ

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસના કેસની સંખ્યા પાંચ લાખને પાર થઇ ગઇ છે. દુનિયાભરના વૈજ્ઞાનિકો કોરોનાની વેક્સિન અને તેની દવાની શોધ માટે મહિનાઓથી રિસર્ચ કરી રહ્યાં છે પરંતુ હજુ સુધી કોઇપણ દેશને તેમાં સફળતા નથી. આ સ્થિતિમાં વડાપ્રધાન મોદીએ પણ જણાવ્યું છે કે, હાલ કોરોના સંક્રમણને રોકવા માટે આપણી પાસે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ એમ 2 જ ઉપાય છે. કોરોના સંક્રમણને રોકવા માટે સરકારે માસ્કને ફરજિયાત કરી દીધું છે.. એ સ્થિતિમાં માસ્કની ડિમાન્ડ પણ ખૂબ વધી રહી છે. કોરોનાના કપરા કાળમાં માસ્કનું નિઃશુલ્ક વિતરણ પણ એક પ્રકારની મોટી સેવા છે.

હાલ અનેક લોકો આ સેવા પણ પુરૂ પાડી રહ્યાં છે. કોરોના જંગ સામે લડત આપવા માટે દરેક લોકો પોતાની રીતે યોગદાન આપી રહ્યાં છે. આ સ્થિતિમાં કર્ણાટકની એક દિવ્યાંગ બાળકી અનેક લોકો માટે પ્રેરણાસ્ત્રોત બની છે. કર્ણાટકની આ દસ વર્ષની બાળકીને એક હાથ ન હોવા છતાં એક હાથથી માસ્ક સીવીને વિદ્યાર્થીઓને વહેંચ્યાં. સોશિયલ મીડિયા પર બાળકીની ખૂબ પ્રસંશા થઇ રહી છે.

કર્ણાટકના ઉડ્ડીપીની 10 વર્ષીય સિંધુરીને એક હાથ નથી. તે દિવ્યાંગ છે. તેમ છતાં પણ તેમણે એક હાથે માસ્ક બનાવ્યાં અને આ માસ્ક સેકન્ડરી સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ (SSLC)ની એક્ઝામ આપવા આવેલા વિદ્યાર્થીઓને વહેંચવામાં આવ્યાં.

જન્મથી એક હાથ નથીઃ સિંધુરી એક હાથે મોટી સંખ્યામાં માસ્ક સીવ્યાં છે. સિંઘુરીનો જન્મ થયો ત્યારે જ કોણી નીચેનો હાથ ન હતો. જોકે, સિંઘુરીએ આ શારીરિક ખામીને ક્યારેય પોતાની નબળાઇ નથી બનાવી. કોરોના સંકટ દરમિયાન પણ તેમણે લોકો માટે એક હાથે માસ્ક બનાવ્યાં. સિંધુરી છઠ્ઠા ધોરણમાં ભણે છે અને સ્કાઉટ એન્ડ ગાઇડ છે. જોકે સિંધુરીને આ કાર્યથી સંતોષ નથી. એક લાખ માસ્ક બનાવી તેને જરૂરિયાતમંદ લોકોમાં વિતરણ કરવાનું તેનું લક્ષ્ય છે.

સોશિયલ મીડિયા પર પ્રશંસાઃ સિંધુરીના આ કાર્ય અને સેવાભાવની સોશિયલ મીડિયામાં પ્રશંસા થઇ રહી છે. લોકો તેમના ઉજ્જળ અને સુખદ ભવિષ્યની કામના કરી રહ્યાં છે. આ નાનકડી ગુડ્ડિયાની નિર્દોષ સ્મિતે બધાનું દિલ જીતી લીધું છે.

You cannot copy content of this page