Only Gujarat

FEATURED International

યુવકે જાતે બનાવ્યું બર્ગર ને ખાધા બાદ જે હાલ થયા તેવા તો કોઈ પણ ના થાય

સોલ્ટ લેક સિટીઃ લોકોના જીવનમાં ઘણીવાર એવી ઘટના બને છે કે તેની તેમણે કલ્પના પણ નથી કરી હોતી. આ સ્થિતિમાં લોકો અફસોસ કરતા જોવા મળે છે. હવે ઉટાહમાં રહેતા એક યુવકનો કિસ્સો સામે આવ્યો છે, જેણે ભૂખ લાગતા વેજ બર્ગર બનાવ્યું હતું. જોકે તેને એ નહોતી ખબર કે આ બર્ગર ખાવાના કારણે તેના એવા હાલ થશે કે તે સ્પષ્ટ રીતે બોલી પણ નહીં શકે. વાસ્તવમાં બર્ગરમાં એક મધમાખી હતી અને યુવકની નજર તેની પર ના પડી ને તેણે બર્ગર ખાઈ લીધું. જે પછી તેના મોઢાના જે હાલ થયા તે પીડાદાયક હતા. આ યુવકે જાતે વીડિયો બનાવી શેર કર્યો હતો.

સોશિયલ મીડિયા પર યુવકે શેર કરેલો વીડિયો ઘણો વાઈરલ થઈ રહ્યો છે, કારણ કે તેની જીભ સોજેલી છે અને તે બરાબર બોલી પણ શકતો નહોતો. આ ઘટના ઉટાહમાં રહેતા 20 વર્ષીય કોબ ફ્રીમેન સાથે બની જેણે એવું બર્ગર બનાવ્યું કે તેને કલ્પના નહોતી કે તેની સાથે ઘણું ખરાબ થવાનું હતું.

ઉટાહના વેબર સ્ટેટ યુનિવર્સિટીમાં ભણતા કોબને અચાનક ભૂખ લાગી તો તેણે પોતાની માટે બર્ગર બનાવ્યું હતું. બર્ગર બનાવીને તે થોડીવાર માટે કિચનની બહાર ગયો હતો અને આવીને તાત્કાલિક બર્ગર ખાવા લાગ્યો.

પ્રથમ બર્ગર પૂર્ણ કરતાની સાથે જ તેનું મોઢું બળવા લાગ્યું. તેણે કાચમાં મોઢું ખોલી જોયું તો ચોંકી ગયો, તેના જીભ પર મધમાખી બેઠી હતી અને તેનો ડંખ વાગવાના કારણે તેની જીભ પર સોજો આવી ગયો.

કોબની જીભ મોઢાની બહાર આવી ગઈ હતી. વાસ્તવમાં આ મધમાખી ક્યારે તેના બર્ગરમાં આવી તેને જ ખબર ના હોવાથી તેણે આ બર્ગર ખાઈ લીધુ હતું. આ ઘટના અંગે કોબે વીડિયો બનાવી અપલોડ કર્યો અને તેને અત્યારસુધી 53 લાખથી વધુ વ્યૂઝ મળ્યા છે.

You cannot copy content of this page