Only Gujarat

International TOP STORIES

આ રંગની ચામડીવાળા લોકો સરળતાથી બની રહ્યા છે કોરોનાનો શિકાર, મોતની સંભાવના સૌથી વધારે

આજે દુનિયા કોરોનાથી ત્રસ્ત છે. ચીનના વુહાનથી શરૂ થયેલા આ વાયરસે આજે વિશ્વના કુલ 38 લાખ 20 હજાર લોકોને ચેપ લગાડ્યો છે. મોતનો આંકડો પણ 2 લાખ 65 હજારને પણ પાર થઈ ચૂક્યો છે. વાયરસ માટે હજી સુધી કોઈ ઈલાજ મળ્યો નથી. તાજેતરમાં, યુકેની ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સ દ્વારા એક રિપોર્ટમાં જણાવાયું છે કે કોરોના સૌથી વધારે કાળા લોકોનો શિકાર બનાવી રહ્યો છે. ઇંગ્લેન્ડ અને વેલ્સમાં, ગોરા લોકોની સરખામણીમાં કાળા લોકો ચાર ગણા વધારે કોરોનાના શિકાર બનેલાં જીવ ગુમાવી ચૂક્યા છે. તેમાં મહિલાઓ અને પુરુષો બંનેનો સમાવેશ થાય છે. આ રિપોર્ટ 2 માર્ચથી 10 એપ્રિલ સુધી રજિસ્ટર કરાયેલાં મૃત્યુના ડેટાના આધારે કરવામાં આવ્યા છે. રિપોર્ટમાં તેની પાછળનાં ઘણા કારણો દર્શાવવામાં આવ્યા છે.

ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સ દ્વારા કરવામાં આવેલા અધ્યયનમાં જાણવા મળ્યું છે કે બાંગ્લાદેશ, પાકિસ્તાન અને ભારતના લોકોમાં કોરોના ચેપ પછી મૃત્યુની સંભાવના ઘણી વધારે છે.

ઓએનએસએ જણાવ્યું છે કે આ પરિણામો બતાવે છે કે તેનું કારણ આંશિક રૂપે સામાજિક-આર્થિક નુકસાન અને અન્ય પરિસ્થિતિઓને કારણે છે, પરંતુ કેટલાક કારણો હજુ સ્પષ્ટ થયા નથી.

સ્વાસ્થ્ય અને વિકલાંગતા જેવા અન્ય કારણો પર ધ્યાન આપ્યા બાદ જાણવા મળ્યું કે, ગોરા લોકોની તુલનામાં કાળા પુરુષો અને મહિલાઓનું મૃત્યુ કોરોના વાયરસને કારણે 1.9 ગણું વધારે છે.

ગોરા લોકો કરતા બાંગ્લાદેશી અને પાકિસ્તાની પુરુષોમાં મોતની સંભાવના 1.8 ગણી વધારે હતી. જ્યારે બાંગ્લાદેશી અને પાકિસ્તાની મહિલાઓમાં ગોરાની સરખામણીએ મોતની સંભાવના 1.6 ગણી વધારે છે.

ઓએનએસે ચાઇનીઝ મહિલાઓને છોડીને બધી જ જાતીય અલ્પસંખ્યક જૂથોમાં કોરોનોવાયરસને કારણે મૃત્યુદરમાં વધારો જોવા મળ્યો.

ઓએનએસએ પોતાના રિપોર્ટમાં જણાવ્યું છે કે વિશ્વમાં થયેલા કુલ મૃત્યુમાંથી 83.8% કાળા લોકોના મોત થયા છે, જે અશ્વેત અલ્પસંખ્યક જાતીય સમૂહનાં રૂપમાં સામેલ છે.

શેડો જસ્ટિસ સેક્રેટરી ડેવિડ લેમીએ કહ્યું હતું કે કાળા લોકોના મોતને દર્શાવતા આંકડા “ભયાનક” હતા. લેબર સાંસદે ટ્વિટ કર્યું: આ કારણોની તપાસ થવી જરૂરી છે. કાળા પુરુષો અને સ્ત્રીઓ – તેમજ તમામ પૃષ્ઠભૂમિના લોકોને વાયરસથી સુરક્ષિત રાખવા માટે પગલાં લેવા જોઈએ.

યુકેમાં સરકાર હવે આ સવાલોનાં ઘેરામાં છે કે કાળા લોકો મહત્તમ મોતનો શિકાર કેમ બની રહ્યા છે. આ અંગે તપાસ સમિતિની રચના કરવાની માંગ પણ કરવામાં આવી રહી છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page