Only Gujarat

National TOP STORIES

દરરોજ 10 કિલો સોનું પહેરનાર આ બિઝનેસમેનનું થયું મોત, જાણો કઈ બીમારી હતી?

કરોડો રૂપિયાનું સોનું પોતાના શરીર પર પહેરનારા ગોલ્ડમેન તરીકે જાણીતા સમ્રાટનું મંગળવારે અવસાન થયું છે. સમ્રાટ પોતાના શરીર પર આઠથી 10 કિલોગ્રામ સોનાનાં ઘરેણા પહેરતા હતાં.

પુનાના સંગમવાડી વિસ્તારમાં રહેતા સમ્રાટ મોઝે રોજ તેમના શરીર ઉપર દરરોજ 8 થી 10 કિલોના સોનાના ઘરેણા અને કિંમતી ઝવેરાત પહેરવાના શોખીન હોવાને કારણે ખૂબ જ ઓછા સમયમાં સમ્રાટ ગોલ્ડન મેનના નામથી લોકોમાં પ્રખ્યાત થયા હતા. આ સમય દરમિયાન, જ્યાં પણ સમ્રાટ રાજ્યમાં જતાં ત્યાં લોકોની ભીડ તેમની સાથે સેલ્ફી લેવા માટે એકઠી થઈ હતી.

37 વર્ષીય સમ્રાટ હિરામન મોઝેનું ખાનગી હોસ્પિટલમાં નિધન કર્યું હતું. હાર્ટ એટેકને કારણે મોત થયું હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. સમ્રાટ મોઝેના ભાઈ યુવરાજ મોઝે અને નજીકના મિત્ર મિલિંદ ગાયકવાડે આ દુખદ સમાચારની પુષ્ટિ કરી છે.

સમ્રાટ એક ઉદ્યોગપતિ હતાં જેને રાજકીય વર્તુળોમાં સારી ઓળખાણ હતી. તેમણે પુણે શહેરમાં ટૂરિસ્ટ બસો માટે પ્રથમ ખાનગી બસ ડેપો અને પાર્કિંગ શરૂ કર્યું હતુ. બસ ડેપો અને પાર્કિંગ સિવાય સમ્રાટ જમીનની ખરીદી કરવાનું કામ કરતાં હતા.

સમ્રાટ મોઝેનાં લગ્ન થઈ ગયા છે. હવે તેની પાછળ પત્ની અને બે બાળકો છે જેમની ઉંમર ત્રણ વર્ષ અને પાંચ વર્ષ છે. સમ્રાટ મોઝે પૂનાના સંગમ વાડી વિસ્તારમાં સંયુક્ત પરિવારમાં રહેતા હતા. ગયા અઠવાડિયે જ સમ્રાટ મોઝેએ તેનો 37 મો જન્મદિવસ તેના મિત્રો અને પરિવાર સાથે ઉજવ્યો હતો જેમાં ઘણા લોકો સમ્રાટને અભિનંદન આપવા માટે પહોંચ્યા હતા.

તેમનો પરિવાર પહેલેથી જ રાજકારણ સાથે જોડાયેલ હતો. તેના કાકા રામભાઉ મોઝે પૂનાના દોપોરી વિધાનસભા મત વિસ્તારમાંથી ત્રણ વખત ધારાસભ્ય બન્યા છે. થોડા સમય માટે, સમ્રાટ મોઝે રાષ્ટ્રવાદી કોંગ્રેસ સાથે પણ જોડાયેલા હતા.

આ પહેલા પૂણેના મનસેના ધારાસભ્ય રમેશ વાંજલે અને ઉદ્યોગપતિ દત્તા ફૂગે પણ આ પ્રકારના શોખ ધરાવતા હતા. જેને દેશ-વિદેશમાં ગોલ્ડન મેન તરીકે જાણીતા હતા. ધારાસભ્ય વાંજલેનું હૃદયરોગના હુમલાથી નિધન થયું હતું ત્યારે ઉદ્યોગપતિ દત્તા ફુગેની હત્યા કરવામાં આવી હતી.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page