Only Gujarat

International TOP STORIES

SAARSની જેમ ખતમ થઈ જશે કોરોના, રિસર્ચમાં નબળો પડતો જોવા મળ્યો વાઈરસ

દુનિયામાં કોરોનાનો કહેર વધતો જઈ રહ્યો છે. ઘણા દેશો અને વૈજ્ઞાનિક કોરોનાની રસી શોધવામાં લાગેલાં છે. આ બધાની વચ્ચે કોરોનાથી પિડીત દુનિયા માટે એક આશાની કિરણ વાયરસમાંથી જ આવી છે. અમેરિકાના એરિઝોનામાં વૈજ્ઞાનિકોને કોરોનાના SARS-CoV-2 વાયરસમાં એવા અનોખા બદલાવ અને જિનેટિક પેટર્ન વિશે જાણ થઈ છે જે 17 વર્ષ પહેલાં સાર્સ વાયરસનાં સંક્રમણના સમયે જોવામાં આવ્યા હતા. આ મ્યૂટેશન વાયરસ પ્રોટીનના મોટા હિસ્સા એટલે તેના જીનેટિક મટેરિયલ તેની જાતે જ ગાયબ થવાનું છે. કોરોના વાયરસના સેમ્પલમાં સામે આવ્યું છે કે, વાયરસના જીનેટિક મટિરિયલનો એક હિસ્સો ગાયબ છે.

વૈજ્ઞાનિકો ઉત્સાહિત એટલાં માટે છે કારણકે, સાર્સના વાયરસમાં જ્યારે તે ગાયબ થનારી પેટર્ન દેખાઈ હતી તો તેનાં 5 મહિના દરમ્યાન આ સંક્રમણનો ખાત્મો થઈ ગયો હતો. એટલા માટે વૈજ્ઞાનિકો માને છેકે, આ કોરોના વાયરસનાં સંકેત તેની કમજોરીનું કારણ બની શકે છે.

શું હોય છે મ્યૂટેશન?
કોઈ સ્થાન કે વાતાવારણ અથવા અન્ય કારણોથી કોઈ વાયરસના જેનેટિક સંરચનામાં થનારા બદલાવને મ્યૂટેશન કહે છે. રિસર્ચ દરમ્યાન શોધકર્તાઓએ મેથેમેટિકલ એલ્ગોરિધમની મદદથી વાયરસની સંરચનાનું અધ્યયન કરે છે.

ભારતમાં જલ્દીથી ખતમ થવાની સંભાવના
કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઈન્ડસ્ટ્રિયલ રિસર્ચનાં નિષ્ણાંત ડો સીએચ મોહન રાવે જણાવ્યું છે કે, ભારતમાં કોરોનાવાયરસ સિંગલ મ્યૂટેશનમાં છે. આનો અર્થ છે કે તે ટૂંક સમયમાં ખતમ થવાની સંભાવના છે. પરંતુ જો વાયરસ વારંવાર રૂપ બદલે છે, તો જોખમ વધશે અને રસી બનાવવામાં મુશ્કેલી પડશે.

મોટો બદલાવ છે આ મ્યૂટેશન
વાયરસમાં કેટલાક મ્યૂટેશન માણસોની વિરુદ્ધ જાય છે, કેટલાક ખરેખર આપણા માટે ફાયદાકારક પણ હોય છે અને એરિઝોના સ્ટેટ યુનિવર્સિટીના સંશોધકોનું કહેવું છેકે, અમે જે મ્યૂટેશન શોધ્યુ છે, વાસ્તવમાં તે માણસોનાં હિતમાં એક અદ્વિતીય પરિવર્તન કહી શકાય છે.

સંશોધકોને નાકનાં સ્વેબના 382 નમૂનાઓમાં મળી આવેલા વાયરસના જીનોમને ક્રમમાં જમા કરીને તેમના પ્રયોગો હાથ ધર્યા. તેને જનીન સિક્વેસિંગ કહેવામાં આવે છે. મનુષ્યની જેમ, વાયરસના જીનેટિક મટિરિયલ નાના નાના રાસાયણિક એકમોથી બનેલા છે, જેને લેટર્સ કહેવામાં આવે છે.

સરળતાથી સમજીએતો, આપણે મનુષ્યમાં મુખ્ય આનુવંશિક મટેરિયન DNA હોય છે અને શરીરમાં લગભગ 3 અબજ DNA લેટર્સ છે. એ જ રીતે, કોરોના વાયરસમાં જેનેટિક મટેરિયલ RNA પ્રોટીન હોય છે અને એક વાયરસમાં લગભગ 30,000 આરએનએ લેટર્સ હોય છે.

અભ્યાસ દરમ્યાન ગાયબ મળ્યા 81 લેટર્સ
જ્યારે એરિઝોના સ્ટેટ વૈજ્ઞાનિકો જ્યારે 382 નમૂનાઓનો અભ્યાસ કરી રહ્યા હતા, ત્યારે તેમને એક વાયરસ સેમ્પલમાં તેમને 81 લેટર્સ ગાયબ મળ્યા હતા.આ શોધનાં પ્રમુખ ડો.ઇફ્રેમ લિમે કહ્યું કે, આ એવી વસ્તુ છે જે અમે 2003માં સાર્સ વાયરસના ચેપ દરમિયાન 17 વર્ષ પહેલા જોઇ હતી. તે સમયે પણ, જ્યારે વાયરસ નબળો પડી રહ્યો હતો, ત્યારે તેના પ્રોટીન બંધારણનો મોટો ભાગ ગાયબ થવા લાગ્યો હતો.

પરિવર્તનથી તે સ્પષ્ટ છે, વાયરસની ક્ષમતા ઓછી છે
સંશોધનકર્તા ડો.લિમ કહે છે કે કોરોના વાયરસનું આ નબળું સ્વરૂપ સારું છે કારણ કે તે સમય જતાં વાયરસની ક્ષમતામાં ઘટાડો દર્શાવે છે. નબળા વાયરસ પણ રસી ઉત્પન્ન કરવાની દિશામાં ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે. હાલમાં ઓક્સફર્ડમાં ઉત્પન્ન થતી કોરોના રસી ચિમ્પાન્જીના નબળા વાયરસનો ઉપયોગ થઈ રહ્યો છે.

સાર્સ વાયરસમાં પણ આવું જ મ્યુટેશન જોવા મળ્યુ હતુ
સાર્સ વાયરસનાં ચેપ દરમિયાન 17 વર્ષ પહેલા ફેબ્રુઆરી 2003 થી જુલાઈ 2003 દરમિયાન સમાન મ્યુટેશન જોવા મળ્યું હતું. તે સમય દરમિયાન આ રોગચાળો એશિયામાં અચાનક ફેલાયો અને પછી પાંચ મહિનામાં નબળી પડી ગયો. આ પછી, કેસો ધીરે ધીરે ઓછા થયા અને એવું માનવામાં આવે છે કે મ્યૂટેશનને લીધે વાયરસ નબળો પડ્યો. કોરોનાના કિસ્સામાં, પણ આશાની આ પહેલી કિરણ લાગે છે કારણકે આ વાયરસ પણ સાર્સ વાયર સાથે ખૂબ જ મળતો આવે છે અને તેથી તેનું નામ SARS-CoV-2 છે.

હવે ઓછો સંક્રામક હોઈ શકે છે વાયરસ
વાયરસની નબળાઇથી પણ સમજી શકાય છે કે તે ઈમ્યૂન પ્રોટીન છે, જેનો અર્થ એકે તે દર્દીના એન્ટિવાયરલ રિસ્પોન્સની સામે લડે છે. અને હવે કેમકે SARS-CoV-2ના એક નમૂનામાં એવો પ્રતિકાર કર્યો છે, તો તેનો અર્થ તે સમજી શકાય છે કે આ વાયરસ નબળા અને ઓછા ચેપી થઈ શકે છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page