Only Gujarat

National

લૉનો અભ્યાસ કરી ચૂકી છે આશિતા સૂદ, આ રીતે પ્રેમમાં પડ્યો ભારતનો સ્ટાર ક્રિકેટર

મુંબઈઃ મયંક અગ્રવાલ ભારતીય ક્રિકેટ ટીમનો યુવા અને ઈમર્જિંગ સ્ટાર છે. આઈપીએલમાં શાનદાર પ્રદર્શન બાદ ટીમ ઈન્ડિયામાં સ્થાન મેળવનારા આ ક્રિકેટે આશિતા સૂદ સાથે લગ્ન કર્યા હતા, જે પોલીસ કમિશ્નરની દીકરી છે. ઉલ્લેખનીય છે કે, આવી ઘણી ઓછી ઘટના બની છે જ્યારે કોઈ અધિકારીની દીકરી સાથે ક્રિકેટરના લગ્ન થયા. આજે અમે મયંક અગ્રવાલ અને તેની જીવનસાથી વિશે અહીં જણાવી રહ્યાં છીએ.

આશિતા સૂદ બેંગલુરુની છે. તેણે લૉનો અભ્યાસ કર્યો છે. તેને ટ્રાવેલિંગ કરવું, ટેનિસ જોવું અને કૂકિંગનો શોખ છે. આશિતા સૂદ દેખાવે સુંદર અને શાનદાર ફિગર ધરાવતી હોવાની સાથે તેના પિતાને કારણે પણ ચર્ચામાં રહી. તેના પિતા પ્રવીણ સૂદ બેંગલુરુમાં પોલીસ કમિશ્નર પદે ફરજ બજાવી રહ્યાં છે.

ક્રિકેટના મેદાન પર પોતાના પ્રદર્શન થકી સૌને પ્રભાવિત કરનાર મયંક અગ્રવાલ રોમાન્સ મામલે પણ કોઈનાથી પાછળ નથી. જાન્યુઆરી 2018માં આશિતા સૂદને તેણે ‘લંડન આઈ’માં પ્રપોઝ કર્યું હતું. જે પછી બંનેએ લગ્ન કરી લીધા હતા. ઉલ્લેખનીય છે કે, ‘લંડન આઈ ’ની ઊંચાઈ 135 મીટર છે. જેની તસવીર આશિતાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પેજ પર અપલોડ કરી હતી.

મયંક અગ્રવાલે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે, તેની લવ સ્ટોરીમાં કંઈ નવું નથી. તે ઘણા સમયથી પોલીસ ઈન્સપેક્ટરની દીકરી આશિતાને જાણતો હતો. તેણે આગળ કહ્યું કે, આશિતા સૂદ ઘણી સિમ્પલ છે. તેની આ જ અદા પર તે દિલ હારી બેઠો. તેઓ એકબીજાને 7 વર્ષથી જાણતા હતા.

મયંક અગ્રવાલે દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ વિશાખાપટ્ટનમમાં પ્રથમ ટેસ્ટના બીજા દિવસે પોતાના ટેસ્ટ કરિયરની પ્રથમ બેવડી સદી ફટકારી હતી. તેણે તે ઈનિંગ્સમાં 23 ફોર અને 6 સિક્સની મદદથી 215 રન કર્યા હતા. તે ઈન્ટરનેશનલ લેવલે 11 ટેસ્ટ અને 3 વન-ડે રમી ચૂક્યો છે.

You cannot copy content of this page