Only Gujarat

National

મુકેશ અંબાણીના 27 માળના ઘરમાં પાર્ક થઈ શકે છે 168 કાર, 9 લિફ્ટ અને 3 સ્વિમિંગ પૂલ

મુંબઈઃ મુકેશ અંબાણીનું નામ વિશ્વના ધનિક લોકોમાં સામેલ છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માલિક અને સૌથી ધનિક ભારતીય મુકેશ અંબાણી વિશ્વના સૌથી મોંઘા અને વૈભવી ઘરમાં રહે છે. વિશ્વના સૌથી સુંદર મકાન, મહેલ અને બિલ્ડિંગ્સની વાત થાય ત્યારે અંબાણીનું ઘર એન્ટીલિયાનો ઉલ્લેખ પણ થાય છે. મુકેશ અંબાણીનું ઘક એન્ટિલિયા કોઈ મહેલથી ઓછું નથી. મુકેશ અંબાણી આ ઘરમાં પત્ની નીતા અંબાણી, 2 દીકરા અને વહુ સાથે રહે છે. આ અહેવાલ સાથે અમે તમારી સમક્ષ મુકેશ અંબાણીના ઘરની અંદરની તસવીરો રજૂ કરી રહ્યાં છીએ.

મુકેશ અંબાણીના પરિવારને ગ્લેમરસ જીવન માટે પણ ઓળખવામાં આવે છે. સંપૂર્ણ પરિવાર ઘણીવાર બોલિવૂડ સેલિબ્રિટીઝ સાથે જોવા મળે છે. મુંબઈના સાઉથમાં અલ્ટમાઉન્ટ રોડ પર બનેલું એન્ટીલિયા 27 માળનું છે. તે 4 લાખ સ્કે. ફૂટમાં બનેલું છે.


એન્ટીલિયાની નીચેના પ્રારંભિક 6 માળ પાર્કિંગ માટે છે. જેમાં એક સાથે 168 કાર પાર્ક થઈ શકે છે. આ ઘરને શિકાગોના આર્કિટેક પાર્કિન્સ એન્ડ વિલે તૈયાર કર્યું છે. એક માહિતી અનુસાર આ ઘરને Mythical Atlantic Islandથી પ્રેરિત થઈને બનાવવામાં આવ્યું છે.

પાર્કિંગના ઉપરના ફ્લોર પર 50 બેઠકવાળુ સિનેમા હોલ અને તેની ઉપર આઉટડોર ગાર્ડર છે. મુકેશ અંબાણી પોતાના પરિવાર સાથે ટોપ ફ્લોરના બરાબર નીચેના ફ્લોર પર રહે છે. અહીં તમામના રહેવા માટે અલગ ફ્લોર છે. મુકેશ અંબાણીના ઘરમાં એક ફ્લોરથી બીજા ફ્લોર પર જવા માટે 9 લિફ્ટ લાગેલી છે. ઘરમાં જરૂરિયાતનો તમામ સામાન રહે છે. એન્ટીલિયામાં 3થી વધુ સ્વિમિંગ પૂલ છે.

એન્ટીલિયા બહારથી પણ એટલું જ ભવ્ય લાગે છે જેટલું અંદરથી છે. ઈશા અંબાણીના લગ્ન સમયે ઘરને શાનદાર રીતે ડેકોરેટ કરવામાં આવ્યું હતું.

મુકેશ અંબાણીના ઘરે હેલીપેડ, જીમ, સિનેમાહોલ અને અન્ય ઘણી ભવ્ય સુવિધાઓની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઘર ઘણું સુંદર છે અને તમે ઘરમાંથી જ ખુલ્લા આકાશ અને સમુદ્રના વ્યૂની મજા માણી શકો છો.

ગરમીથી બચવા આ ઘરમાં આઈસ રૂમ પણ બનાવવામાં આવ્યા છે. દરેક ફ્લોરનું ઈન્ટિરિયર અલગ છે.

You cannot copy content of this page