Only Gujarat

FEATURED National

ગેંગેસ્ટરના અંતિમ સંસ્કાર કરાયા બાદ પોલીસની હાજરીમાં ભડકી વિકાસ દુબેની પત્ની

ઉત્તર પ્રદેશના મોસ્ટ વોન્ટેડ ગુનેગાર વિકાસ દુબેને યુપી એસટીએફે ઠાર માર્યો છે. પોસ્ટમોર્ટમ બાદ અંતિમ સંસ્કાર માટે વિકાસ દુબેના મૃતદેહને કાનપુરના ભૈંસાકુંડ લઇ જવામાં આવ્યા. અંતિમ સંસ્કારમાં વિકાસના બનેવી દિનેશની સાથે જ તેની પત્ની ઋચા અને નાનો પુત્ર શાનુ હાજર રહ્યાં. આ દરમિયન હિસ્ટ્રીશીટર વિકાસ દુબેની પત્ની ઋચા અચાનક મીડિયા કર્મીઓ પર ભડકી ગઇ. આ દરમિયાન ઋચાએ મીડિયાકર્મીઓને ગાળો દેવાનું શરૂ કરી દીધું અને કહ્યું કે સમયે આવ્યે બધાનો હિસાબ કરીશ. ચાએ કહ્યું કે બધાને ઠીક કરીશ અને જરૂર પડ્યે બંદુક પણ ઉપાડીશ.

ઋચા મીડિયા સામે તો ન આવી પરંતુ દુરથી જ મીડિયાકર્મીઓને ધમકાવતા કેમેરામાં કેદ થઇ ગઇ. વિકાસ દુબેનો મૃતદેહ રાતે સવા સાત વાગ્યે ભૈરવ ઘાટ વિદ્યુત સ્મશાન પહોંચ્યો જ્યાં તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. અંતિમ સંસ્કાર દરમિયાન અનેક પોલીસકર્મીઓ પણ હાજર હતા.

વિકાસ દુબેના અંતિમ સંસ્કાર શુક્રવાર 10 જુલાઇએ ભૈરવઘાટ સ્થિત વિદ્યુત સ્મશાનમાં મોટી સંખ્યામાં પોલીસકર્મીઓની હાજરીમાં કરવામાં આવ્યા. અંતિમ સંસ્કારમાં પહોંચેલી વિકાસની પત્ની ઋચા અચાનક મીડિયાકર્મી પર ભડકી ગઇ. મૃતદેહ મળતાં જ પતિને મારવાનો આરોપ પણ લગાવ્યો.

એસપી પૂર્વી રાજકુમારે જણાવ્યું કે વિકાસના માતા-પિતાને પણ અંતિમ સંસ્કારમાં સામેલ થવાનું કહેવામાં આવ્યું હતું. પરંતુ તેઓએ આવવાની મનાઇ કરી દીધી. વિકાસના મૃતદેહને પોસ્ટમોર્ટમ કરાવ્યાના ઘણા સમય બાદ પોલીસને મૃતદેહનો કોઇ દાવેદાર આગળ આવ્યો ન હતો.

રાતે શિવલીથી વિકાસના બનેવી દિવેશ તિવારી પોસ્ટમોર્ટમ વિભાગમાં પહોંચ્યા અને વિકાસનો મૃતદેહ સ્વીકાર્યો હતો. અહીંથી મૃતદેહને સીધા સ્મશાન લઇ જવામાં આવ્યો હતો. લખનઉથી વિકાસની પત્ની ઋચા, પુત્ર, મામી તથા બીકરુથી સંબંધીઓની ત્રણ અન્ય મહિલાઓ પહોંચી હતી.

મીડિયાએ ઋચા સાથે બીકરુમાં આઠ પોલીસકર્મીની હત્યાના સંબંધમાં સવાલ કર્યા તો તે ભડકી ગઇ અને જોર જોરથી બૂમો પાડવા લાગી હતી. ઋચાએ જણાવ્યું કે તમે બધાએ સાથે મળી મારા પતિને મરાવ્યો છે. હવે પરિણામ ભોગવવા માટે તૈયાર રહેજો.

એસપી પૂર્વી રાજકુમારે પોલીસકર્મીઓને ત્યાંથી લઇ જવાના નિર્દેશ આપ્યા. અંદાજે અડધા કલાકમાં મૃતદેહના અંતિમ સંસ્કાર કર્યા બાદ ઋચા, પુત્ર તથા મામીની સાથે ત્રણ કારથી લખનઉ રવાના થઇ ગઇ. જ્યારે ત્રણ અન્ય મહિલાઓ પણ ગામ જવા રવાના થઇ.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page