Only Gujarat

FEATURED National

કોણ છે ઉજ્જૈનમાં વિકાસ દુબેને જાહેરમાં થપ્પડ મારનાર પોલીસકર્મી

આઠ પોલીસકર્મીની હત્યા કરનાર વિકાસ દુબે 10 જુલાઇ શુક્રવારે એન્કાઉન્ટરમાં ઠાર મરાયો હતો. પરંતુ એન્કાઉન્ટરના એક દિવસ પહેલા જે રીતે મહાકાલ મંદિરમાં વિકાસ દુબેએ પોતાના અંદાજમાં બૂમો પાડી હતી કે હું કાનપુરનો વિકાસ દુબે છું ત્યારે ગેંગસ્ટરની આ અકડને ઉજ્જૈન પોલીસના એક જવાને જાહેરમાં તેને થપ્પડ મારી દીધી. ત્યારે તેની અકળ ઉતરી ગઇ અને તે શાંત થઇ ગયો. ત્યારે આવો જાણીએ કોણ છે આ પોલીસ જવાન જેણે ફિલ્મ રાઉડી રાઠોડની જેમ આ ગુનેગારને સબક શીખવાડ્યો.

જે રાઉડી રાઠોડની વાત કરી રહ્યા છીએ તેનું નામ વિજય રાઠોર છે. જે મહાકાલ મંદિર પાસે બનેલી ચોકીમાં ડ્યુટી પર તહેનાત રહે છે. લોકો વિજય રાઠોરાને પોતાના સાહસના કારણે હવે રાઉડી રાઠોર નામથી બોલાવવા લાગ્યા છે.

કહેવામાં આવી રહ્યું છે કે કાનપુરમાં આ ગેંગસ્ટરનો ખોફ એટલો હતો કે સારા-સારા પોલીસકર્મી તેની સામે સલામ કરવા આવતા હતા. પરંતુ મધ્યપ્રદેશના આ પોલીસકર્મીએ જેવી રીતે વિકાસના ગાલ પર જાહેરમાં થપ્પડ મારી છે તેની અકલ ઠેકાણે લાવી દીધી.

જાણકારી પ્રમાણે ઉજ્જૈન પોલીસના જવાન વિકાસ દુબેની જ્યારે ધરપકડ કરી તેને ડોકથી પકડી લઇ જઇ રહ્યાં હતા એ દરમિયાન તે બૂમો પાડવા લાગ્યો હતો. જેના કારણે વિજય રાઠોડે તેને જોરથી થપ્પડ મારી દીધી હતી.

વિકાસ દુબેને જાહેરમાં વિજય રાઠોડ દ્વારા થપ્પડ મારતો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. લોકો વિવિધ કોમેન્ટ અને લાઇક્સ કરી રહ્યાં છે.

ઉજ્જૈન પોલીસના જવાન વિજય રાઠોડે કહ્યું કે પોલીસ હિરાસતમાં લઇ લીધા બાદ પણ વિકાસ પોલીસકર્મીઓ સાથે ધક્કામુક્કી કરી રહ્યો હતો. આ દરમિયાન અમારા એક સાથીની ઘડિયાળ તૂટી ગઇ હતી. સાથે જ ભાગવાનો પણ પ્રયાસ કરી રહ્યો હતો.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page