Only Gujarat

National

દીકરાનો બર્થડે પરિવાર માટે બન્યો કાળ, JCBએ કારને ચીરીને કાઢી લાશો

હાલમાં જ હાઇવે પર ભયાવહ અકસ્માત થયો હતો રેતી ભરેલી ટ્રક બેકાબૂ થતાં ચાલતી કાર પર ઊંધી પડી ગઈ હતી. કારમાં એક જ પરિવારના 8 લોકો સવાર હતાં અને 5ના મોત થયા હતા. મૃતકમાં પતિ-પત્ની, બે બાળકો પણ સામેલ છે.

એક બાળકનો બર્થડે હતો. પરિવાર ઢાબા પર કેક કટ કરવા ગયો હતો અને ઘરે પરત ફરતો હતો. કારના દરવાજા જેસીબીથી કાપવામાં આવ્યા હતા અને ઘાયલો-ઈજાગ્રસ્તોને બહાર કાઢવામાં આવ્યા હતા. ત્રણ લોકો ઘાયલ થયા છે અને આ ત્રણેયની સારવાર જિલ્લા હોસ્પિટલમાં ચાલે છે.

આ ભયાનક અકસ્માત લખનઉ-પ્રયાગરાજ હાઇવે પર થયો હતો. અકસ્માતની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે આવી હતી. રાયબરેલી જિલ્લાથી સાત કિમી દૂર રાયબરેલી પ્રયાગરાજ હાઇવ પર બાબા ઢાબા છે. 45 વર્ષીય રાકેશ અગ્રવાલના 6 વર્ષીય દીકરા રેયાંશનો જન્મદિવસ હતો. તે પત્ની સોનમ (35), દીકરો રેયાંશ (6), રઈસા (9) સાથે ઢાબા પર ખાવા આવ્યા હતા. તેની સાથે નાનો ભાઈ રચિત, પત્ની રૂચિકા, તેમના બે બાળકો આદિત્ય (11) તથા તાનસી (9) પણ હતા.

તમામ ભોજન કરીને કારમાં ઘરે આવતા હતા. તે સમયે ભોદખર પોલીસ સ્ટેશનની હદમાં રેતીથી ભરેલી ટ્રક અચાનક કાર પર ઊંધી વળી હતી. કારનો ખુરચો બોલી ગયો હતો. આખી કાર ટ્રક નીચે દબાઈ ગઈ હતી. આસપાસના લોકોએ પોલીસને જાણ કરી હતી.

માહિતી મળતા જ મોટી સંખ્યામાં પોલીસ આવી હતી. જેસીબીની મદદથી કારમાં રહેલા આઠ લોકોને કાઢવામાં આવ્યા હતા. તમામને જિલ્લા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.

ડૉક્ટર્સે 8માંથી 5ને મૃત ઘોષિત કર્યા હતા. મૃતકોમાં રાકેશ-સોનમ અગ્રવાલ, તેમના બે બાળકો રેયાંશ તથા રાઇસા સામેલ છે. નાના ભાઈની પત્ની રૂચિકાનું પણ મોત થયું છે. જ્યારે નાનો ભાઈ તથા તેના બંને બાળકો ઘાયલ છે.

ડોક્ટરે કહ્યું હતું કે પોલીસ 8 લોકોને ઇમરજન્સીમાં લઈને આવી હતી, તેમાંથી 5 લોકોના પહેલેથી જ મોત થઈ ચૂક્યા હતા. ત્રણ લોકો ઘાયલ છે અને તેમની સ્થિતિ સામાન્ય છે.

You cannot copy content of this page