Only Gujarat

National TOP STORIES

ચીન સાથેના તણાવ વચ્ચે ભારતીય વાયુસેના થઈ ગઈ વધુ મજબૂત, જાણો કેમ

ચીન સાથે સરહદ વિવાવ વચ્ચે ભારતીય વાયુસેનાની શક્તિમાં વધારો થઇ ગયો છે. વાયુસેનાએ બોઇંગ પાસેથી ગત મહિને 20 અપાચે લડાકુ હેલિકોપ્ટરમાંથી છેલ્લા પાંચને પણ મેળવી લીધા છે. વાયુસેનાને માર્ચમાં ડિલેવરીની આશા હતી પરંતુ કોરોના વાયરસ મહામારીના કારણે થોડું મોડું થઇ ગયું. દુનિયાના સૌથી ખતરનાક હેલિકોપ્ટર્સમાંથી કેટલાક વાયુસેનાએ લાઇન ઓઇ કંટ્રોલ નજીક તહેનાત કરી રાખ્યા છે.

આ પહેલા માર્ચમાં ભારતીય વાયુસેનાને પાંચ ચિનૂક હેવી-લિફ્ટ હેલિકોપ્ટર મળ્યા હતા. બોઇંગે આ સંબંધમાં 10 જુલાઇ શુક્રવારે એક નિવેદન જાહેર કર્યું જેમાં કંપનીએ કહ્યું કે તેઓએ તમામ નવા AH-64E અપાચે અને CG-47F(I) ચિનૂક હેલિકોપ્ટર્સની ડિલેવરી ઇન્ડિયન એરફોર્સને કરી દીધી છે.

બોઇંગ ડિફેન્સ ઇન્ડિયા કંપનીના પ્રબંધક નિર્દેશક સુરેન્દ્ર અહુજાએ કહ્યું કે સૈન્ય હેલિકોપ્ટર્સની ડિલેવરીની સાથે જ અમે આ વેપારીક સંબંધને આગળ પણ ચાલુ રાખીશું. ભારતના રક્ષાદળની જરૂરિયાત પૂરી કરવા માટે યોગ્ય કિંમત અને ક્ષમતાઓ પૂરી કરવા માટે તેમની સાથે મળી કામ કરવા માટે સંપૂર્ણ કરી કટીબદ્ધ છીએ.

ઉલ્લેખનીય છે કે સપ્ટેમ્બર 2015માં ત્રણ અરબ ડોલર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. જેમાં 22 બોઇંગ એએચ-64ઇ અપાચે લડાકુ હેલિકોપ્ટર અને 15 ચિનૂક હેવી-લિફ્ટ હેલિકોપ્ટર્સની ખરીદી સામે હતી. ચિનૂક હેલિકોપ્ટરની ડીલ 1.1 અરબ ડોલરની હતી.

આ વર્ષના પ્રારંભમાં ભારતી અને અમેરિકાએ ભારતીય સેનાના છ અપાચે ખરીદવાના એક કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આ હસ્તાક્ષર અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્ર્મ્પના નવી દિલ્હીના પ્રવાસ દરમિયાન થયા હતા. હૈદરાબાદ સ્થિત બોઇંગનું સંયુક્ત વિભાગ, ટાટા બોઇંગ એયરોસ્પેસ લિમિટેડ અમેરિકન સેના અને ઇન્ટરનેશનલ ગ્રાહકો માટે એએચ-64 અપાચે હેલિકોપ્ટર્સના એયરો સ્ટ્રક્ચરનું નિર્માણ કરી રહ્યું છે.

બોઇંગ AH-64 અપાચેની ખુબીઓની વાત કરીએ તો તે અટેક હેલિકોપ્ટર્સ હેલફાયર મિસાઇલ, 70mm રોકેટ્સ, મહત્તમ 1200 શક્તિશાળી વિસ્ફોટકવાળી 30 સસ ઓટોમેટિક કેનનથી લેસ છે. જેમાં અત્યાધુનિક રડાર અને નિશાન સાધતી સિસ્ટમ લાગે છે. તેમાં વૈકલ્પિક સ્ટિંગર અથવા સાઇડવાઇંડર મિસાઇલ જેમાં હવાથી હવામાં હુમલો કરવામાં પણ સક્ષમ છે.

આ હેલિકોપ્ટર્સની કિંમત અંદાજે 35.5 મિલિયન અમેરિકન ડોલર હોવાનું કહેવામાં આવે છે. અમેરિકન અપાચેનું પહેલીવાર નિર્માણ 1983માં કરવામાં આવ્યું હતું. બે હાઇ-પર્ફોમન્સ ટર્બોશાફ્ટ એન્જિનવાળું અપાચે ટૂ સીટર હેલિકોપ્ટર છે અને તેની રેન્જ 476 કિમી છે. અપાચેની મહત્તમ રફ્તાર 284 કિમી પ્રતિકલાક છે અને મહત્તમ ભાર 10.4 ટન એટલે કે 10400 કિલોગ્રામ છે. 17.73 મીટર લાંબા અપાચેની ઉંચાઇ 4.64 મીટર છે.

બોઇંગ કંપનીનો દાવો છે કે અપાચે દુનિયાનું સૌથી અત્યાધુનિક મલ્ટી-રો કોમ્બેટ હેલિકોપ્ટર છે. ટાર્ગેટને લોકેટ, ટ્રેક અને અટેક કરવા તેમાં લેજર, ઇફ્રારેડ, માત્ર ટાર્ગેટને જોવા, પાયલટ માટે નાઇટ વિઝન સેન્સર સહિત અન્ય આધુનિક સુવિધા આપવામાં આવી છે.

આ હેલિકોપ્ટર્સ દરેક વાતાવરણ અને રાતે દૂર સુધી લક્ષ્ય પર એકદમ સટીક નિશાન લગાવવાની ક્ષમતા ધરાવે છે. અપાચે ઓળખાયા વગર રોકાયેલા અથવા ચાલતા-ફરતા લક્ષ્યને સરળતાથી નિશાન બનાવી શકે છે. એક મિનિટથી પણ ઓછા સમયમાં 128 લક્ષ્યોથી થતા ખતરાને ઓળખી તેને પ્રાથમિક્તાની સાથે બતાવી દે છે. અપાચેમાં લાગેલા અત્યાધુનિક સેન્સર્સ નેટવર્કિંગ-ડિઝિટલ કોમ્યુનિકેશન સાથે જોડાયેલા હોય છે જે યુદ્ધની સ્થિતિમાં તસવીરો, લક્ષ્યોના ઠેકાણા વગેરે રિયલ ટાઇમ જાણકારી ગ્રાઉન્ડ કમાન્ડર્સને આપી શકે છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page