Only Gujarat

National TOP STORIES

ભારતના આ જંગલમાં છે 2500 ટન સોનું, કોના નસીબમાં છે લખાયેલું, કેટલાંક તો ગુમાવ્યો હતો જીવ

નવી દિલ્હીઃ ભારતમાં મંદિરો અને રાજઘરાનાના લોકો પાસે અખૂટ સંપત્તિ રહી છે. હાલમાં જ સુપ્રીમ કોર્ટે કેરળના પદ્મનાભસ્વામી મંદિરના વહીવટને લઈને ચુકાદો આપ્યો હતો, જેમાં મંદિરના વહીવટની જવાબદારી ત્રાવણકોર રાજપરિવારના હાથમાં સોંપવામાં આવી છે. ત્યારબાદ દેશભરના મંદિરોમાં ખજાનાને લઈને ચર્ચા શરૂ થઈ છે. ભારતમાં માત્ર પદ્મનાભ મંદિર જ એવું નથી, જે પોતાના ખજાના માટે ચર્ચામાં છે, પરંતુ કેરળથી કર્ણાટક સુધી અનેક એવા મંદિરો છે. પદ્મનાભસ્વામી મંદિરની જેમ જ કર્ણાટકના વિજયનગર સામ્રાજ્યના ખજાનાની પણ ચર્ચા રહે છે. આ ખજાનાને લગભગ 450 વર્ષ પહેલા છુપાવવામાં આવ્યો હતો. ટ્રેઝર હંટર્સ હજુ પણ તેની શોધ કરી રહ્યા છે.

કૃષ્ણદેવ રાયે 1509 થી 1529ની વચ્ચે વિજયનગરમ્ સામ્રાજ્ય પર શાસન કર્યું. હમ્પી તેની જ રાજધાની હતી. કર્ણાટક, મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશના રાજ્ય આ જ સામ્રાજ્યમાં આવતા હતા. કહેવામાં આવે છે કે 1565માં મુગલોએ સામ્રાજ્ય પર હુમલો કર્યો હતો. આ હુમલાખોરોથી ખજાનાની રક્ષા કરવા માટે રાજા કૃષ્ણદેવરાયે ખજાનો ક્યાંક છુપાવી દીધો હતો, જેમાં લગભગ 2500 ટન સોનું હતું.

આ ખજાનાની શોધ આજે પણ કર્ણાટકના હમ્પીથી તેલંગાણાના હૈદરાબાદના જંગલોમાં કરવામાં આવે છે. ત્યાં સુધી કે હૈદરાબાદ સરકારે કેટલાક વર્ષો પહેલા શ્રીશૈલમ પર્વત અને નેલ્લામાલાના જંગલોમાં રાત્રિના સમયે જવા પર પ્રતિબંધ લગાવી દીધો છે.

આ પ્રતિબંધો છતા અહીં લોકો ખજાનો શોધવા માટે જાય છે. 2018માં અહીં બે ટ્રેઝર હંટર્સના મોત થઈ ગયા હતા. હૈદરાબાદની પાસે શ્રીશૈલમની પર્વતોમાં મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ છે. અહીં જ વિજયનગર સામ્રાજ્યનો ખજાનો છુપાયેલો છે. આ ખજાનાની શોધમાં અહીં અનેક લોકો આવે છે. તેમણે હમ્પીના અનેક સ્મારકોને નુકસાન પણ પહોંચાડ્યું છે. તમામ સુરક્ષા વ્યવસ્થા છતા લોકો અહીં ખજાનાની શોધમાં પહોંચી રહ્યા છે.

ક્યારે થઈ હતી વિજયનગર સામ્રાજ્યની સ્થાપનાઃ વિજયનગર સામ્રાજ્યની સ્થાપના વર્ષ 1336માં થઈ હતી. કહેવામાં આવે છે કે આ રાજ્ય રોમની સભ્યતાથી પણ વધારે વિકસિત હતું. સામ્રાજ્યમાં 20 હજાર ઘોડા, 5 હજાર હાથી, પાંચ લાખ નગર સૈનિકો સહિત 15 લાખની સેના હતી. રાજા કૃષ્ણદેવરાય વિજયનગરના રાજાઓમાંથી એક હતા. તેમના મંત્રી તેનાલીરામન હતા.

કૃષ્ણદેવરાયના સમયમાં વિજયનગરમાં 1800 વૈષ્ણવ મંદિર અને 200 શિવ મંદિર હતા. આખા રાજ્યમાં આવવા-જવા માટે 27 દરવાજા હતા. 565માં બહમની સુલતાનોની સંયુક્ત સેનાએ વિજય નગર પર કબ્જો કરી લીધો હતો. લગભગ 24 વર્ગ કિમી વિસ્તારમાં આ મહાન સભ્યતાના ખંડેર હતા.

You cannot copy content of this page