Only Gujarat

International TOP STORIES

ક્યારે મળશે મુસીબતથી છુટકારો, કોરોના ઓછો હતો કે હવે પૃથ્વી પર આ ઉલ્કાપિંડ મચાવશે તબાહી

વર્ષ 2020માં દુનિયાની મુશ્કેલીમાં ખત્મ થવાનું નામ જ નથી લેતી. લોકો કોરોના, ક્લાઈમેટ ચેન્જ જેવી તમામ વસ્તુઓનો સામનો કરી રહ્યાં છે. આ બધાંની વચ્ચે વધુ એક મુશ્કેલી સામે આવી છે. જોકે એક ઉલ્કાપિંડ પૃથ્વી તરફથી બહુ ઝડપથી આગળ વધી રહ્યો છે. આ નાનો ઉલ્કાપિંડ નહીં પરંતુ દુનિયાની સૌથી ઉંચી બિલ્ડીંગ દુબઈની બુર્ઝ ખલીફા જેટલો મોટો કહેવામાં આવી રહ્યો છે.

નાસાના જણાવ્યા પ્રમાણે, ઉલ્કાપિંડનું નામ 153201 2000 WO107 છે. આ 29 નવેમ્બર એટલે શનિવારે ધરતી પાસેથી પસાર થશે. આ ઉલ્કાપિંડ 90 હજાર કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે નીચે આવી રહ્યો છે. આ સાઈઝ 820 મીટરની આસપાસ કહેવામાં આવી રહી છે જ્યારે બુર્ઝ ખલીફા 829 મીટર ઉંચું છે.

આ ઉલ્કાપિંડની સ્પીડનો અંદાજ આનાથી લગાવવામાં આવી શકે છે કે, સુપરસોનિક મિસાઈફની ઝડપથી 6000 કિલોમીટર પ્રતિ કલાક સુધી હોય છે. પૃથ્વી અને ચંદ્રમાની વચ્ચેનું અંતર લગભગ 3 લાખ 85 કિલોમીટર છે.

આ ઉલ્કાપિંડની ગતિ અને સાઈઝ જોઈને નાસાએ પણ ચિંતા વ્યક્ત કરી છે. જો આ પૃથ્વી પર તબાહી મચાવશે તો બહુ મોટા પ્રમાણમાં નુકશાન થશે. પરંતુ નાસાનું કહેવું છે કે, આ પૃથ્વી સાથે ટકરાશે નહીં. નાસાએ આ નિયર અર્થ ઓબ્જેક્ટ કહ્યું છે.

નાસાના જણાવ્યા પ્રમાણે, 4.6 બિલિયન વર્ષ પહેલા બનેલા અમારા સોલર સિસ્ટમની પથરાળ, ગૂંગળામણું અવશેશોને ઉલ્કાપિંડ કહેવામાં આવે છે. અત્યાર સુધી નાસા 10 લાખ ઉલ્કાપિંડોની શોધ કરી ચૂક્યું છે. 2020માં આ પહેલા પણ ઘણી ઉલ્કાપિંડ ધરતીની નજીકથી પસાર થઈ ચૂકી છે.

You cannot copy content of this page