Only Gujarat

National TOP STORIES

હોસ્પિટલમાં કોરોના દર્દી મરી જાય પછી થાય છે આવી હાલત, જાણીને થશો દુઃખી

કોરોના મહામારીના સમયમાં માનવતા મરી પરવારી ગઇ છે. મધ્યપ્રદેશની એક હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ દર્દીના મૃત્યુ બાદ તેનું ખિસ્સુ કપાઇ ગયું. દર્દીનું પાકિટ અને મોબાઇલ ગાયબ થઇ ગયા છે. મધ્યપ્રદશમાં આવેલી MGM મેડિકલ કોલેજ અંતર્ગત ચાલી રહેલી એમટીએચ હોસ્પિટલમાં માનવતા શર્મસાર કરનારી ઘટના સામે આવી છે. અહીં ભરતી કરવામાં આવેલા પોઝિટિવ દર્દીના મૃત્યુ બાદ તેનું કોઇએ ખિસ્સુ મારી લીધું. એટલું જ નહીં દર્દીના મૃત્યુ બાદ તેના પરિવારજનો સાથે દુર્વ્યવહાર કરવામાં આવી રહ્યો છે.

મૃતકનું પર્સ, મોબાઇલ ફોન ગાયબ થઇ ગયા અને બાદમાં પરિવારજનોને મૃતદેહ સોંપી દેવામાં આવ્યો. એક મહિનાથી મૃતકની પત્ની ઠેક-ઠેર ભટકી રહી છે પરંતુ તંત્ર તેને કોઇ જાણકારી આપી રહી નથી. મહિલા જ્યારે પણ જાય છે ત્યારે તેણીને હોસ્પિટલમાંથી ભગાડી મૂકવામાં આવે છે.

ઇન્દૌરના એમટીએચ હોસ્પિટલમાં 2 મેના રોજ 36 વર્ષના હરીસ ગૌડને એડમિટ કરવામાં આવ્યા હતા. 5મેની રાતે અઢી વાગ્યે તેમનું મૃત્યુ થઇ ગયું. હરીશના સાળા મનીષે જણાવ્યું કે મૃત્યુના એક કલાક પહેલા જીજાજીએ બહેન સાથે વાત કરી હતી. જેનો અર્થ એ થયો તે મોબાઇલ તેમની પાસે જ હતો.

એજ દિવસની સવારે અમને હોસ્પિટલમાંથી ફોન આવ્યો તે હરીશનું મૃત્યુ થઇ ગયું છે. બાદમાં અમે મૃતદેહ સ્વીકારવા હોસ્પિટલ પહોંચ્યા તો તેમના ખિસ્સામાં પર્સ, મોબાઇલ ગાયબ હતા. કપડાની બેગ પણ હતી નહીં. અમે એજ સમયે હોસ્પિટલમાં હાજર સ્ટાફ સાથે આ બાબતે પુછપરછ કરી તો તેઓએ જણાવ્યું કે અત્યારે મૃતદેહ લઇ જાવ બાદમાં આવીને સામાન લઇ જશો પરંતુ બાદમાં પણ અનેક ધક્કા ખાધા બાદ પણ સામાન મળ્યો નહીં.

મનીષે જણાવ્યું કે બહેન અને હું અત્યાર સુધીમાં અનેક વખત હોસ્પિટલના ચક્કર લગાવી ચૂક્યા છીએ પરંતુ આજદીન સુધી ન તો મોબાઇલ મળ્યો અને ન તો પર્સ. હોસ્પિટલ તરફથી અમોને કોઇ મદદ કરવામાં આવી રહી નથી. પર્સમાં જીજાજીનું આધાર કાર્ડ, ATM કાર્ડ અને અન્ય જરૂરી કાગળ હતા.

મનીષનું કહેવું છે કે જીજાજીનો લેવડ-દેવડનો હિસાબ પણ મોબાઇલ ફોનમાં જ હતો. તેમના બે નાના બાળકો છે. બહેન રડી રડીને થાકી ગઇ છે. આર્થિક સ્થિતિ પણ સારી નથી. મનીષે હવે આ મામલે પોલીસમાં ફરિયાદ દાખલ કરી છે જેથી જાણી શકાય કે મોબાઇલ ફોન કોણે લીધો છે.

You cannot copy content of this page