Only Gujarat

FEATURED National

ઈયરફોનના બંધાણી છો? વાંચી લો નાની અમથી ભૂલની કેવડી મોટી સજા મળી શકે છે!

મધ્યપ્રદેશનાં બુરહાનપુર જિલ્લાના રેલ્વે ટ્રેક પર કર્ણાટક એક્સપ્રેસ દ્વારા કપાવાથી બે છોકરાઓનું મોત થયુ હતુ. બંનેના શરીરના 50 થી 60 ટુકડાઓ થઈ ગયા હતા. તેના શરીરનાં ચીંથડા લગભગ 100 મીટર દૂર ઉડતા ગયા. જ્યારે ગુસ્સે ભરાયેલાં સેંકડો લોકો ટ્રેક પર પહોંચ્યા ત્યારે ત્રણ ટ્રેનો સલામતીની દ્રષ્ટિએ વાઘોડામાં અડધો કલાક ઉભી રહી હતી.

શુક્રવારે સાંજે છ વાગ્યે બુરહાનપુરના બિરોડામાં રહેતા 19 વર્ષીય ઇરફાન અને 16 વર્ષીય કાલિમ ટ્રેક પરથી બુરહાનપુર તરફ આવી રહ્યા હતા. થોડા સમય બાદ કર્ણાટક એક્સપ્રેસ ભુસાવલથી લાલબાગ રેલ્વે સ્ટેશન તરફ આવી રહી હતી. રેલ્વે ટ્રેક પોલ નંબર 496/2 થી 496/4 વચ્ચે બંનેનું ટ્રેનમાં કપાઈ જવાને કારણે મોત નીપજ્યું હતું.

લાલબાગ રેલ્વે સ્ટેશન પહોંચવા પર કર્ણાટક એક્સપ્રેસના ચાલકે અકસ્માત અંગે અધિકારીઓને જાણ કરી હતી. અધિકારીઓને અપાયેલી માહિતીમાં ડ્રાઈવરે જણાવ્યું હતું કે બંને છોકરાઓ પાટા પર ચાલતા હતા. હોર્ન વગાડ્યા પછી પણ તેઓ પાટા પરથી ઉતર્યા ન હતા, જેના કારણે બંને ટ્રેનની પકડમાં આવી ગયા હતા.

એવી પણ માહિતી આપી હતી કે તે સમયે ટ્રેન અન્ય ટ્રેક પર પણ આવી ગઈ હતી. માહિતી મળતાની સાથે જ રેલ્વે અને પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આ સમાચાર મળતા જ ગામલોકો મૃતકોને ઓળખવા માટે પાટા પર પહોંચ્યા હતા, પરંતુ ગામલોકો અને પોલીસને માત્ર બે ધડ મળી આવ્યા હતા. બંનેનાં ચીથડા ઉડી ગયા હતા.

ટ્રેનની ટક્કરને કારણે શરીરના એટલા બધા ટુકડા થઈ ગયા હતા કે ચહેરાની ઓળખ કરવી પણ મુશ્કેલ હતી. પોલીસ સહિત 40 જેટલા લોકો મૃતકોની લાશનાં ટુકડા શોધવા માટે ટ્રેક પર બે કલાક રહ્યા હતા. આ દરમિયાન ગોદાન સહિત ત્રણ ગાડીઓ વાઘોડા ખાતે અડધો કલાક રોકાઈ હતી. ટ્રાફિક પ્રભાવિત થયો હોવાની માહિતી પ્રાપ્ત થતાં લોકોને ટ્રેક પરથી હટાવવામાં આવ્યા હતા. લગભગ સાંજનાં સાત વાગ્યાની આસપાસ ટ્રેક ઉપર ફરી ટ્રેનોનો ટ્રાફિક શરૂ થયો.

કલીમ 12માં ધોરણનો વિદ્યાર્થી હતો અને ઇરફાન મજૂરી કામ કરતો હતો. ગામલોકોનું કહેવું છે કે, મોટાભાગના લોકો શૌચ માટે પાટા પર જાય છે. સંભવત: કલીમ અને ઇરફાન પણ શૌચ માટે ગયા હશે. શનિવારે સવારે દિવસનાં અજવાળામાં ફરી ટ્રેક ઉપર શોધખોળ શરૂ કરવામાં આવશે. મોડી રાત્રે પોલીસ મૃતદેહના હિસ્સાઓ લઈને જિલ્લા હોસ્પિટલ પહોંચી હતી.

પોલીસના જણાવ્યા મુજબ અકસ્માતનું કારણ જાણી શકાયું નથી, તપાસ કરવામાં આવશે. મૃતદેહના હિસ્સાને એકત્રિત કરવામાં આવ્યા છે, જે કદાચ રહી ગયા હશે, તેને શનિવારે એકત્રિત કરવામાં આવી રહ્યા છે.

You cannot copy content of this page