Only Gujarat

Bollywood FEATURED

જાણીતી ટીવી એક્ટ્રેસનું મોત, માતાએ દાનમાં આપેલી કિડનીથી પણ ડોક્ટર્સ ના બચાવી શક્યા જીવ

મુંબઈઃ ‘હિચકી’, ‘ગંદી બાત’, ‘આપકે આ જાને સે’ અને ‘મેરી હાનિકારક બીવી’ સહિતની ફિલ્મો અને વેબ સિરીઝમાં જોવા મળી ચૂકેલી એક્ટ્રસ લીના આચાર્યનું નિધન થઈ ગયું છે. લીના દિલ્હીની એક હોસ્પિટલમાં દાખલ હતી. શનિવારે કિડની ફેલ થઈ જતાં તેમનું મોત થઈ ગયું હતું. લીનાના નિધનના સમાચાર સાંભળી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.

લીના આચાર્ય છેલ્લાં દોઢ વર્ષથી કિડનીની બિમારીથી હેરાન હતી. તેમની માએ થોડાં સમય પહેલાં પોતાની કિડની આપી હતી, પણ તેનાથી લીનાનો જીવ બચી શક્યો નહીં. અને અંતે શનિવારે તેમણે હોસ્પિટલમાં દમ તોડી દીધું. લીના સાથે કામ કરી ચૂકેલાં કલાકારોને પણ આ વાત પર વિશ્વાસ થતો નથી.

પહેલીવાર એવા સમાચાર સામે આવ્યાં હતાં કે, લીના આચાર્યનું મોત કોરોના વાઇરસને લીધે થયું હતું, પણ પછી સ્પષ્ટ થયું કે, તેમનું નિધન કિડની ફેલ થવાને લીધે થયું છે. લીનાના પરિજનો ખૂબ જ મોટા આઘાતમાં છે.

ફૅમશ એક્ટર રોહન મહેરાએ લીના આચાર્યને યાદ કરતાં પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોમીં તેમની સાથેનો એક ફોટો શેક કર્યો છે. રોહને લખ્યું કે, ‘તમારી આત્માને શાંતિ મળે લીના મેડમ. ગયા વર્ષે આપણે એક સાથે ક્લાસ ઓફ 2020નું શૂટિંગ કર્યું હતું. તમે ખૂબ જ યાદ આવશો.’

પોતાના મોતના થોડાં દિવસ પહેલાં લીના આચાર્યએ એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ લખી હતી. જેમાં એક ફોટો પર લખ્યું હતું કે, ‘થોડાંક શ્વાસ છે જે ઉડી જશે આનાથી વધારે મોત શું લઈ જશે?’ હવે લીના આચાર્યની આ પોસ્ટ પર લોકો ખૂબ જ કોમેન્ટ કરી રહ્યા છે.

You cannot copy content of this page