Only Gujarat

Bollywood

અક્ષય કુમારનો દરિયા કિનારે આવેલો છે આલિશાન વિલા, પરિવાર સાથે ઘણીવાર મનાવે છે વેકેશન

અક્ષય કુમાર કુમાર જલ્દીથી જ તેમની ફિલ્મ સૂર્યવંશી લઈને આવી રહ્યા છે. વર્ષમાં 4-5 ફિલ્મો આપ્યા બાદ, જ્યારે તે શાંતિની પળો વિતાવવા માંગે છે, ત્યારે તેઓ ગોવા જાય છે. અહેવાલો મુજબ, અક્ષય આ વર્ષે લક્ષ્મી બોમ્બ અને પૃથ્વીરાજનાં શૂટિંગ બાદ 7 દિવસનો વિરામ લેશે. બની શકે કે તેઓ ગોવામાં પોતાનો સમય વિતાવશે. બોલીવુડના ઈન્ટરનેશનલ ખેલાડીને તેના ગોવાનાં આ ખાસ વિલામાં પરિવારની સાથે કંઈક આ રીતે સમય ગાળવાનું પસંદ કરે છે.

વાસ્તવમાં, અક્ષયને ગોવા ઘણું પસંદ છે અને ઘણીવાર ત્યાં તે પરિવાર સાથે સમય વિતાવતા જોવા મળે છે. અક્ષયનો ગોવામાં પોતાનો એક વિલા છે. લગભગ 10 વર્ષ પહેલા અક્ષયે આ વિલાને 5 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. અક્ષયનો આ બંગલો દરિયા કિનારે છે.

અક્ષય અહીં પોતાના કલાકો સુધી સમુદ્ર કિનારે બીચ પર ચાલે છે. પોતાના પ્રાઈવેટ પૂલમાં તરે છે. ગોવા જઈને, તેઓ જાણીતા શેફને બોલાવે છે જેઓ તેમના પરિવાર માટે રસોઇ બનાવે છે. અક્ષયે કહ્યું હતું કે અહીં કેટલીક રેસ્ટોરન્ટ્સ છેકે, જેના માલિકો જર્મની, રશિયા, ટોરોન્ટો અને અન્ય દેશોમાં રહે છે.

ગોવા જઇને અક્ષય સવારે 5 વાગ્યે ઉઠવાના નિયમોને પણ તોડી નાંખે છે. અક્ષયે કહ્યું હતું કે, ‘ત્યાં બધું ખૂબ જ સરળ છે. હું મોડાથી જાગું છું. મારું ઘર એવી જગ્યાએ છે જ્યાં મોબાઇલ નેટવર્ક ન હોવાને કારણે ત્યાં ફોન કામ કરતો નથી. ત્યાંનો દરિયો પણ ખૂબ જ સ્વચ્છ છે. હું સમુદ્રમાં ડાઇવ કરું છું અને સૂર્યાસ્તની મજા માણું છું.’

અક્ષયના ગોવાના વિલાના કેટલાક ફોટા પણ તેના ઇન્સ્ટાગ્રામ પર ઉપલબ્ધ છે. અક્ષય એકમાત્ર એવો અભિનેતા નથી જે ગોવામાં શાંતિનો અનુભવ કરે છે. પ્રિયંકા ચોપડાનો પણ ત્યાં પોતાનો બંગલો છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page