Only Gujarat

Bollywood FEATURED

સુશાંત સિંહની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીના ખર્ચા વિશે ફાર્મહાઉસનો મેનેજરે કર્યો મોટો ખુલાસો

સુશાંત સિંહ રાજપૂત કેસમાં રોજ નવી જાણકારી બહાર આવી રહી છે. હવે તાજેતરમાં સુશાંતના ફાર્મહાઉસ મેનેજરે અભિનેતા અને રિયા વિશે મહત્વની જાણકારી આપી છે. સુશાંતના ફાર્મહાઉસ મેનેજરે તાજેતરમાં ખાનગી મીડિયા સાથે વાતચીત કરતાં કહ્યું, “સુશાંતના પૂર્વ આસિસ્ટન્ટ રજત મેવાતીએ મને કહ્યું હતું કે, રિયા બધા ખર્ચાઓ જોતી હતી અને સુશાંતના ખાતામાંથી પૈસા ઉપાડતી હતી.”

તેમણે એમ પણ કહ્યું કે, એકવાર રિયાના ખર્ચા વિશે જાણીને સુશાંત ઘણો નારાજ થયો હતો. મેનેજરે કહ્યું, ‘રજતે મને કહ્યું હતું કે રિયા પાર્ટી કરતી હતી અને સુશાંત સૂતો હતો. જ્યારે પણ હું શોવિકને જોતો, તે સ્મોક કરતો હતો અથવા નશામાં રહેતો હતો.

શ્રુતિ મોદીએ 2019માં જુલાઈ મહિનાથી આવવાનું શરૂ કર્યું હતુ. રિયાના આવ્યા પછીથી તેની આઇલેન્ડ જવાની ટ્રીપ્સ વધતી ગઈ હતી. રિયા સુશાંતના તમામ ખર્ચઓને સંભાળતી હતી. એક દિવસ જ્યારે સુશાંતને તેના ખાતામાંથી રિયા દ્વારા કરવામાં આવેલાં ખર્ચોઓ વિશે જાણ થઈ ત્યારે તે ખૂબ જ ભડકી ગયો હતો.

હાલમાં જ સુશાંત દ્વારા લખાયેલી એક નોટ મળી આવી છે, જે વર્ષ 2018ની છે. તેમાં તેણે લખ્યું છે કે તે સ્મોકિંગ નહીં કરે, કૃતિ સાથે ટાઈમ સ્પેન્ડ કરશે.

ખાનગી મીડિયા અનુસાર સુશાંતસિંહ રાજપૂતનાં ફાર્મહાઉસમાંથી આ નોટ મળી આવી છે. એપ્રિલ 2018ની તારીખે, સુશાંતે તેની દિનચર્યા વિશે લખ્યું હતુ. એવું લખ્યું હતું કે તે સવારે અઢી વાગ્યે ઉઠવા માંગે છે, ચા પીવા માંગે છે.

નાહીને, ટેનિસ રમવા ઈચ્છે છે, તીરંદાજી શીખવા માંગે છે. સ્મોકિંગ કરવાનું બંધ કરવા માંગે છે અને કેદારનાથની સ્ક્રિપ્ટ વાંચવા માંગે છે. કૃતિ સાથે સમય વિતાવવા પણ માંગે છે. બીજી નોટમાં સુશાંતે ખુશી, સપના અને ફિઝિક્સ વિશે લખ્યું હતુ.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page