Only Gujarat

Bollywood

જાણો કોણ છે ‘મિર્ઝાપુર-2’માં મુન્ના ભૈયાની પત્નીનો રોલ પ્લે કરનારી એક્ટ્રસ?

મુંબઈઃ 22 ઓક્ટોબરે વેબ સિરીઝ મિર્ઝાપુરના ફેન્સની આતુરતાનો અંત આવ્યો છે. એમેઝોન પ્રાઇમ વીડિયો પર આ સિરીઝની સેકન્ડ સીઝન ‘મિર્ઝાપુર 2’ સ્ટ્રીમ થવાની શરૂ થઈ હતી. આ સિરીઝ ત્યારે ચર્ચાનો વિષય હતી. આ વખતે બીજી સીઝનમાં ઘણાં નવા કલાકારોને સ્થાન આપવામાં આવતાં વાર્તામાં રસપ્રદ વળાંક જોવા મળી રહ્યો છે. એવો જ એક રોલ માધુરી યાદવનો છે. જેને એક્ટ્રસ ઈશા તલવારે પ્લે કર્યો છે. તે આ લોકપ્રિય સિરીઝમાં મુન્ના ત્રિપાઠીની પત્ની અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીના રોલમાં ખૂબ જ ચર્ચામાં છે.

‘મિર્ઝાપુર 2’માં ભલે ઈશા સાડીમાં સિમ્પલ લાગી રહી હોય પણ, તે રિઅલ લાઇફમાં ખૂબ જ બોલ્ડ છે. તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ઇશા ખુદના ગ્લેમરસ ફોટો શેર કરતી રહે છે.

ઉલ્લેખનીય છે કે, ઇશા પણ ફિલ્મી બેકગ્રાઉન્ડથી છે. તેમના પિતા વિનોદ તલવાર બોલિવૂડ ફિલ્મોના ડિરેક્ટર અને એક્ટર હતાં.

ઇશાનો જન્મ મુંબઈમાં થયો હતો. બાળપણથી જ ડાન્સની શોખીન ઇશાએ કોરિયોગ્રાફર ટેરેન્સ લુઇસની ડાન્સ એકેડમીથી જાજ, હિપહૉપ અને સાલસા જેવા ડાન્સ ફોર્મની ટ્રેનિંગ લીધી છે. તે ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે વર્ષ 2000માં આવેલી ફિલ્મ ‘હમારા દિલ આપકે પાસ હૈ’માં જોવા મળી હતી.

ફિલ્મોમાં આવ્યા પહેલાં ઇશાએ લગભગ 40થી વઘુ ફૅમશ એડવર્ટાઇઝમાં કામ કર્યું છે.

ઇશા બોલિવૂડમાં આવ્યાં પહેલાં સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સારું નામ કમાઈ ચૂકી છે. તેમણે મલયાલમ ફિલ્મ ‘થટ્ટાથિન મરાયાતુ’થી ડેબ્યુ કર્યું હતું.

વર્ષ 2017માં સલમાન ખાન સ્ટારર ‘ટ્યૂબલાઇટ’માં ઇશા નાના રોલમાં જોવા મળી હતી. સૈફ અલી ખાનની વર્ષ 2018માં રિલીઝ થયેલી ફિલ્મ ‘કાલાકાંડી’થી તેમને બોલિવૂડમાં ઓળખ મળી હતી. આ પછી આયુષ્માન ખુરાનાની ફિલ્મ ‘આર્ટિકલ 15’ અને સંજય મિશ્રાની ફિલ્મ ‘કામયાબ’માં પણ જોવા મળી હતી.

વર્ષ 2017માં સલમાન ખાન સ્ટારર ‘ટ્યૂબલાઇટ’માં ઇશા નાના રોલમાં જોવા મળી હતી. સૈફ અલી ખાનની વર્ષ 2018માં રિલીઝ થયેલી ફિલ્મ ‘કાલાકાંડી’થી તેમને બોલિવૂડમાં ઓળખ મળી હતી. આ પછી આયુષ્માન ખુરાનાની ફિલ્મ ‘આર્ટિકલ 15’ અને સંજય મિશ્રાની ફિલ્મ ‘કામયાબ’માં પણ જોવા મળી હતી.

You cannot copy content of this page