Only Gujarat

Bollywood

‘કુછ કુછ હોતા હૈ’નો ક્યૂટ સરદારજી યાદ છે? આવતા વર્ષે લોંગ ટાઈમ ગર્લફ્રેન્ડ સાથે કરશે લગ્ન

મુંબઈઃ ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ’માં નાના ક્યૂટ સરદાર બાળકનો રોલ તો દરેક લોકોને યાદ હશે. જેમાં તે બાળક શાહરૂખની દીકરી અંજલિનો ફ્રેન્ડ હોય છે, તે ઘણીવાર રાતે તારા ગણતો હોય છે. આ રોલ અને એક્ટિંગ દરેક લોકોને પસંદ આવી હતી. તે ક્યૂટ સરદાર બાળક પરજાનો રોલ આજે પણ લોકો યાદ કરે છે. આજે પરજાન ખૂબ જ મોટો થઈ ગયો છે અને તે આવતાં વર્ષે ફેબ્રુઆરી 2021માં લગ્ન કરવા જઈ રહ્યો છે. પરજાને સોશિયલ મીડિયા પર આ વાતની માહિતી આપી છે.

પરજાને સોશિયલ મીડિયા પર કહ્યું કે, તે પોતાની ગર્લફ્રેન્ડ ડેલના શ્રોફ સાથે ફેબ્રુઆરી 2021માં લગ્ન કરવાનો છે. તેણે સોશિયલ મીડિયા પર ડેલનાને પ્રપોઝ કરતો એક ફોટો પણ શેર કર્યો હતો. પરજાને ફોટો શેર કરતાં લખ્યું કે, ‘એક વર્ષ પહેલાં તેમણે હા કહી હતી અને તે હવે 4 મહિના પછી લગ્ન કરશે.’

‘કુછ કુછ હોતા હૈ’ ઉપરાંત આ ફિલ્મોમાં પણ કામ કર્યું છે.
પરજાન દસ્તૂરે ‘કુછ કુછ હોતા હૈ’ ઉપરાંત ફિલ્મ ‘હમ તુમ’માં પણ પોતાનો અવાજ આપ્યો હતો. સૌથી પહેલાં પરજાન ધારા રિફાઇનરીની જલેબીવાળી એડવર્ટાઈઝથી ફૅમશ થયો હતો. જે પછી વર્ષ 2009માં પીયૂષ ઝાની ફિલ્મ ‘સિકંદર’માં લીડ રોલમાં જોવા મળ્યો હતો. ફિલ્મમાં પરઝાન એક ફૂટબોલરના રોલમાં હતો.

પરજાન અત્યારે પોતાનું પ્રોડક્શન હાઉસ ચલાવે છે, જેમાં તે શોર્ટ ફિલ્મો બનાવે છે. પરજાને એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ‘તે શાહરૂખ ખાન સાથે બીજીવાર કામ કરવા માગે છે.’

You cannot copy content of this page